ભારતને 301 રનનો લક્ષ્યાંકઃ સિરાજ, હર્ષિત, ક્રિષ્નાની બે-બે વિકેટ…

વડોદરા: ન્યૂ ઝીલૅન્ડે વડોદરામાં ભારતને ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં જીતવા માટે 301 રનનો તોતિંગ લક્ષ્યાંક (Target) આપ્યો છે.
ડેરિલ મિચલ (84 રન, 71 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ટીમ ઇન્ડિયાને સૌથી ભારે પડ્યો હતો.

કિવીઓની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 300 રન કર્યા હતા જેમાં ઓપનર્સ ડેવૉન કૉન્વે (56 રન, 67 બૉલ, એક સિક્સર, છ ફોર) અને હેન્રી નિકૉલ્સ (62 રન, 69 બૉલ, આઠ ફોર)ની હાફ સેન્ચુરી પણ સામેલ હતી.
કિવીઓએ બહુ સારી શરૂઆત કરી હતી અને છેક 117મા રન પર તેમની પ્રથમ વિકેટ પડી હતી. એક તબક્કે તેમનો સ્કોર 5/198) હતો અને ત્યારે પ્રવાસી ટીમને 250 રનની આસપાસ સીમિત રખાવવાની તક હતી, પણ ભારતના બોલર્સ એમાં સફળ નહોતા થયા અને તેઓ 300 રન સુધી પહોંચી ગયા હતા.

સિરાજ, હર્ષિત અને ક્રિષ્નાને બે-બે વિકેટ તથા કુલદીપને એક વિકેટ મળી હતી. વૉશિંગ્ટન (0/27) અને જાડેજા (0/56) વિકેટ નહોતા મેળવી શક્યા. કૅપ્ટન માઇકલ બ્રેસવેલને શ્રેયસે રનઆઉટ કર્યો હતો.
હવે રોહિત-કોહલી (Rohit-Kohli) તેમ જ શ્રેયસ અને ટીમના બીજા બૅટ્સમેનોની કસોટી થશે.
આ પણ વાંચો…કોહલીએ વડોદરાના મેદાન પર ઉતરતા જ રેકૉર્ડ-બુકમાં ગાંગુલીને પાછળ મૂકી દીધો



