સ્પોર્ટસ

શેફાલી વર્માના 48 બૉલમાં 81, ભારતે ત્રણ વિકેટે બનાવ્યા 178 રન

દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ટી-20 સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પહોંચવાની તૈયારી કરી રહેલા ડિફેન્ડિંગ ચૅમ્પિયને ભારતે નેપાળ સામેની લીગ મૅચમાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં ત્રણ વિકેટે 178 રન બનાવ્યા હતા.

ઓપનર શેફાલી વર્મા (81 રન, 48 બૉલ, એક સિક્સર, બાર ફોર) આ ઇનિંગ્સની સુપરસ્ટાર હતી. તેની અને સાથી-ઓપનર દયાલન હેમલતા (47 રન, 42 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 14 ઓવરમાં 122 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
જોકે 122 રનના સ્કોર પર હેમલતાની અને 133મા રને શેફાલીની વિકેટ પડી હતી. ત્યાર બાદ ત્રણ ઓવર પછી સજીવન સજના (12 બૉલમાં 10 રન)ની વિકેટ પડી હતી અને છેલ્લે જેમાઇમા રૉડ્રિગ્સ (28 અણનમ, 15 બૉલ, પાંચ ફોર) તથા અગાઉની મૅચની સ્ટાર રિચા ઘોષ (એક ફોર સાથે છ અણનમ)ની જોડી બાવીસ રનની ભાગીદારી સાથે નૉટઆઉટ રહી હતી.

આ પણ વાંચો :સૂર્યકુમાર ઇલેવન સામે શ્રીલંકાએ પણ પસંદ કર્યો નવો કૅપ્ટન, ટી-20 સિરીઝ માટે નક્કી થઈ ગઈ ટીમ

નેપાળની સાત બોલર્સમાં સીતા રાણાને બે વિકેટ તથા કબિતા જોશીને એક વિકેટ મળી હતી. બાકીની પાંચ બોલરમાં કોઈને પણ વિકેટ નહોતી મળી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button