સ્પોર્ટસ

ભારતની ગુરુવારે દિલ્હીમાં નામિબિયા સામે રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ જોવા મળશે?

પ્રૅક્ટિસ મૅચમાં ઇશાનને બુમરાહનો બૉલ પગમાં વાગ્યોઃ બીમાર અભિષેકનો વિકલ્પ બનશે સૅમસન

નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારત (India)નો ટી-20 વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોર 4/218 છે અને આ ટોટલ 19 વર્ષથી ભારતીય ટીમના નામે સર્વોત્તમ રહ્યું છે, ગુરુવારે (7:00 PM) દિલ્હીમાં નામિબિયા (Namibia) સામેની મૅચમાં એ રેકૉર્ડ તોડવાનો સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીને બહુ સારો મોકો છે.

આનું સૌથી મોટું કારણ એ છે કે ખુદ સૂર્યા તેમ જ ઇશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ વગેરે બૅટ્સમેનો સારા ફૉર્મમાં છે અને તેઓ ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 300 રનનો ટીમ-સ્કોર નોંધાવશે તો પણ નવાઈ નહીં લાગે.

ભારતે (India) ચાર વિકેટે 218 રન 2007ના પ્રથમ વિશ્વ કપમાં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યા હતા. આ ફૉર્મેટના વર્લ્ડ કપમાં ભારતે સતત નવ મૅચ જીતી છે અને એ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. આ નવમાંથી આઠ વિજય ભારતે 2024ના ગયા વિશ્વ કપમાં મેળવ્યા હતા. એ સાથે ભારતે ઑસ્ટ્રેલિયાનો સતત આઠ વિજયનો રેકૉર્ડ તોડ્યો છે જે કાંગારુઓએ 2022થી 2024 સુધીના બે વર્લ્ડ કપમાં નોંધાવ્યો હતો.

પ્રૅક્ટિસમાં બુધવારે ઇશાન કિશનને કમબૅકમૅન બુમરાહનો બૉલ પગમાં વાગ્યો હતો. ઇશાન બૅટિંગ છોડી દીધા બાદ પાછો રમવા આવ્યો હતો, પણ બહુ લાંબો સમય મેદાન પર નહોતો. અભિષેક પેટની બીમારીને લીધે હૉસ્પિટલમાં દાખલ થયો ત્યાર બાદ તેની તબિયત હજી સારી ન હોવાથી તેના વિકલ્પ તરીકે સંજુ સૅમસનને રમવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button