T20 World Cup 2024સ્પોર્ટસ

T20 WC IND vs IRE: કેવી રહેશે ન્યૂયોર્કની પિચ, પ્લેઇંગ-XI, ટીમનો રેકોર્ડ, જાણો સંપૂર્ણ વિગત

ન્યુયોર્ક: T-20 વર્લ્ડ 2024(T20 World cup)માં આજે ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) પહેલો મેચ રમશે. T20 કપની આઠમી મેચમાં આજે ભારત આયર્લેન્ડ સામે (IND vs IRE)મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા તૈયાર છે, ત્યારે આયરિશ ટીમ અપસેટ સર્જી શકે છે. તાજેતરમાં આયર્લેન્ડની ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચને હળવાશથી નહીં લે. આયર્લેન્ડ પાસે એવા ખેલાડીઓ છે જે મેચને પલટી શકે છે.

T-20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અગાઉ એક મેચ રમાઈ છે, જેમાં ભારતની જીત થઇ હતી. 2009 T-20 વર્લ્ડ કપમાં ભારતે આયર્લેન્ડને હરાવ્યું હતું. અત્યાર સુધી આયર્લેન્ડે 163T20 ઈન્ટરનેશનલમાં મેચ રમી છે જેમાંથી આયરલેન્ડની ટીમે 68માં જીત મેળવી છે, જયારે 86માં હાર મળી છે, 2 મેચ ટાઈ રહી છે અને 7 મેચમાં પરિણામ આવી શક્યું ન હતું.

બંને ટીમો વચ્ચે 7 T-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ તમામ મેચ જીતવામાં સફળ રહી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત(wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર તહલ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

આયર્લેન્ડ સંભવિત પ્લેઇંગ-11:
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડી બાલ્બિર્ની, લોર્કન ટકર (wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન વ્હાઇટ.

Pitch report:
આ મેચ New Yorkના Nassau County International Cricket Stadiumમાં રમાશે, આ મેદાનની પીચ બેટ્સમેન માટે પડકાર સાબિત થઇ શકે છે, અહીં ડ્રોપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પીચની માટી એડિલેડથી લાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં અહીં બોલરોને મદદ મળી રહી છે. મેદાન નવું છે જેના કારણે આઉટફિલ્ડ ખૂબ ધીમું છે. પીચ પર બાઉન્સ પણ મળી શકે છે.

મેચ પહેલા રોહિતે પીચ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે અહીં ચાર છે, મને હજુ સુધી ખબર નથી કે અમે કઈ પીચ પર રમવાના છીએ. પરંતુ આ પ્રકારની પીચ પર બોલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી પાસે સ્પિનરો, બેટ્સમેન અને સારા બોલરો છે. રોહિતે સ્વીકાર્યું છે કે આવી પીચ પર બોલરોની ભૂમિકા મહત્વની રહેશે.

Weather:
ન્યૂયોર્કમાં સવારે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની ધારણા છે. આ ઉપરાંત હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, હવામાં ભેજનું પ્રમાણ 54% રહેવાની ધારણા છે.

Match Prediction:
આ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહેશે, ભારતની જીતની શક્યતા 95 ટકા છે. જોકે આઇરિશ ટીમના ખેલાડીઓ ચમત્કાર કરી શકે છે.

Match details:
આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 વાગ્યે શરુ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ