ઇંગ્લૅન્ડમાં શુક્રવારે ઇન્ડિયા વિરુદ્ધ ઇન્ડિયા `એ’

બેકનહૅમ (ઇંગ્લૅન્ડ): ઇંગ્લૅન્ડ સામે ભારતની 20મી જૂને પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે એને હજી અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે એ પહેલાં શુભમન ગિલના સુકાનમાં ભારતની ટેસ્ટ ટીમ ભારતના જ ખેલાડીઓવાળી ઇન્ડિયા એ’ (India A) ટીમ સામેના ચાર દિવસના મુકાબલામાં રમીને અલગ જ પ્રકારની મૅચ-પ્રૅક્ટિસ કરશે. વાત એવી છે કે શુક્રવાર, 13મી જૂને બેકનહૅમમાં ઇન્ડિયા (India) અને ઇન્ડિયાએ’ વિરુદ્ધ ચાર દિવસની મૅચ (ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થઈ રહી છે.
શુભમન ગિલ ભારતીય ટીમનો કૅપ્ટન અને રિષભ પંત વાઇસ-કૅપ્ટન છે. ઇન્ડિયા એ’ ટીમમાં ભારતના ઘણા જાણીતા ખેલાડીઓ છે. તાજેતરમાં જ ઇંગ્લૅન્ડની લાયન્સ ટીમ સામે રમનારી ઇન્ડિયાએ’ ટીમનું સુકાન ઓપનિંગ બૅટ્સમૅન અભિમન્યુ ઈશ્વરને (Eshwaran) સંભાળ્યું હતું. ઇન્ડિયા `એ’ ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, તનુષ કોટિયન, અંશુલ કંબોજ, તુષાર દેશપાંડે, ખલીલ અહમદ, સરફરાઝ ખાન, હર્ષ દુબે, હર્ષિત રાણા, મુકેશ કુમારનો સમાવેશ હતો. એમાંના કેટલાક ખેલાડીઓ આ પ્રવાસ માટેની મુખ્ય ટેસ્ટ ટીમમાં સામેલ છે.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રમશે અને આ ભારતીય ખેલાડી રમતો હશે કાઉન્ટીમાં
ભારતની ટેસ્ટ ટીમમાં ગિલ (Shubhman Gill) અને પંત ઉપરાંત સાંઇ સુદર્શન, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ છે.