IND vs ENG: ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ, જાણો શેડ્યુલ
મુંબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ T20I મેચ અને 3 ODI મેચની સિરીઝ (IND vs ENG) રમશે. T20I સિરીઝની પહેલી મેચ 22 જાન્યુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ (Eden Gardens, Kolkata) ખાતે રમાશે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ચાહકો ટીમને વિજયી થતી જોવા ઈચ્છે છે.
આ ચેનલ અને OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે મેચ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝની બધી મેચોનું જીવંત પ્રસારણ TV પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે આ ઉપરાંત આ મેચનું લાઈવ પ્રસારણ ડીડી ફ્રી ડિશ પર પણ કરવામાં આવશે. સિરીઝની બધી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar પર થશે.
Also read: ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
આટલા વાગ્યે શરુ થશે મેચ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝની બધી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.
ઇડન ગાર્ડન્સમાં ત્રણ વર્ષ બાદ મેચ રમાશે:
ઇડન ગાર્ડન્સ ત્રણ વર્ષ પછી T20I મેચનું આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) પ્રથમ T20I મેચના આયોજનની તૈયારી કરી રહ્યું છે. છેલ્લી T20I મેચ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ કોલકાતામાં રમાઈ હતી અને હવે ત્રણ વર્ષ પછી T20I મેચનું આયોજન થવા જઈ રહ્યું છે.
IND vs ENG T20I સિરીઝનું શેડ્યુલ:
પહેલી T20I: 22 જાન્યુઆરી 2025, કોલકાતા (ઇડન ગાર્ડન્સ) |
બીજી T20I: 25 જાન્યુઆરી 2025, ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ) |
ત્રીજી T20I: 28 જાન્યુઆરી 2025, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ) |
ચોથી T20I: 31 જાન્યુઆરી 2025, પુણે (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ) |
પંચમી T20I: 02 ફેબ્રુઆરી 2025, મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) |