IND Vs ENG TEST Live: Half Sanctuary પછી પીચ પર આ શું કર્યું Dhurv Jurel એ?? મુંબઈ સમાચાર

Half Sanctuary પછી પીચ પર આ શું કર્યું Dhurv Jurel એ??

રાંચી: હાલમાં IND Vs ENG વચ્ચે રાંચી ખાતે પાંચ દિવસની ચોથી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે અને ચોથા દિવસે ટીમ ઈન્ડિયા 309 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પરંતુ આ બધા વચ્ચે Dhruv Jurelનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ધ્રુવ જુરૈલની હાફ સેન્ચ્યુરી પૂરી થઈ એ સમયનો છે. હાફ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ ધ્રુવે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે લોકો તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા અને નેટીઝન્સને તેના પિતાની યાદ આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવના પિતા નેમ સિંહ જુરેલ કારગીલ વોરના હીરો રહી ચૂક્યા છે.


ટેસ્ટના ચોથા દિવસે ક્રિકેટપ્રેમીઓને ધ્રુવનો જલવો જોવા મળ્યો હતો, કારણ કે તેણે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી હાફ સેન્ચ્યુરી આજે ફટકારી હતી. 149 બોલમાં તેણે 90 રન બનાવ્યા હતા જેમાં તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

https://twitter.com/CricCrazyJohns/status/1761623303427616948

ધ્રુવે પોતાની આ પહેલી હાફ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ સેલ્યુટ સેલિબ્રેશન કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. રોહિતના આ સ્ટેન્ડિંગ ઓવેશનનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નેટીઝન્સને રોહિતનો આ સ્વીટ જેશ્ચર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવના પિતા નેમ સિંહ જુરેલ ઇન્ડિયન આર્મીમાં હતા અને તેમણે કારગીલ વોરમાં પણ ભાગ લીધો હતો.


ટેસ્ટ ક્રિકેટની ફર્સ્ટ ફિફ્ટીની આ અનોખી ઉજવણી કરીને ધ્રુવે આ સેન્ચ્યુરી તેના પિતાને સમર્પિત કરી હતી.
ધ્રુવ પણ પિતાની જેમ જ આર્મી જોઇન કરવા માંગતો હતો. આર્મી સ્કૂલમાં ભણતી વખતે તેણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેણે ગલી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને બસ તેને ક્રિકેટ સાથે પ્રેમ થઈ ગયો. એક ઈન્ટરવ્યુમાં ખુદ ધ્રુવ આ વાત કબુલી ચૂક્યો છે કે તે બાળપણમાં ભણવામાં ખાસ કંઈ હોંશિયાર નહોતો પણ હા તેને ક્રિકેટ રમવાનું ખુબ જ પસંદ હતું.


અહીંયા તમારી જાણ માટે કે ટીમ ઈન્ડિયામાં વિકેટ કિપર તરીકે ધ્રુવ જુરેલે રાજકોટમાં ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું અને એ વખતે તે 46 રનની મહત્વની ઈનિંગ રમ્યો હતો, જે ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી.

સંબંધિત લેખો

Back to top button