સ્પોર્ટસ

IND vs ENG 4th Test: ભારતની પ્રથમ ઇનિંગ આટલા રન પર સમાપ્ત, ધ્રુવ જુરેલની શાનદાર બેટિંગ

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ઝારખંડના રાંચીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાનદાર બેટિંગ કરી રેહલો ધ્રુવ જુરેલ સદી ચૂકી ગયો. તેણે 149 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ધ્રુવે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આજે કુલદીપ યાદવ 131 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 સિક્સર ફટકારી હતી.

ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. તેણે 44 ઓવરમાં 119 રન આપ્યા હતા. ટોમ હાર્ટલીએ 27.2 ઓવરમાં 68 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસને પણ 2 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 રન બનાવ્યા હતા. જયારે ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ 307 રનમાં સમેટાઈ ગઈ. આમ ઇંગ્લેન્ડે ભારત પર 46 રનની લીડ મેળવી લીધી છે.


આજે ભારતે સાત વિકેટે 219 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને 88 રનમાં બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આજે ભારતને પહેલો ઝટકો કુલદીપ યાદવના રૂપમાં લાગ્યો હતો. કુલદીપ 28 રન બનાવીને આઉટ થયો હતો, તેણે જુરેલ સાથે 76 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ પછી આકાશ દીપ બેટિંગ કરવા આવ્યો અને જુરેલ સાથે 40 રનની ભાગીદારી કરી. આકાશ નવ રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે આ બંનેને આઉટ કરીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી હતી. જુરેલ છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો.


આગાઉ કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલે યશસ્વી જયસ્વાલ સાથે 82 રનની ભાગીદારી કરી હતી. રજત પાટીદાર ફરી એકવાર નિષ્ફળ રહ્યો, તે 17 રન બનાવી શક્યો. રવિન્દ્ર જાડેજા 12 રન બનાવીને આઉટ થયો. જયારે યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. જોકે, તે 73 રન બનાવીને બશીરનો શિકાર બન્યો હતો. સરફરાઝ 14 રન અને અશ્વિન એક રન બનાવીને આઉટ થયો હતો. આ બંનેને હાર્ટલીએ આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બશીરે પાંચ અને હાર્ટલીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસનને બે વિકેટ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button