સ્પોર્ટસ

Sarfaraz Khan Debut: દીકરાના માથા પર ટીમ ઈન્ડિયાની કેપ જોઈને સરફરાઝના પિતાની આંખો છલકાઈ, જુઓ વીડિયો

રાજકોટ: રાજકોટમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડી સરફરાઝ ખાનને તક આપવામાં આવી છે. સરફરાઝ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ દમિયાન રાજકોટના સ્ટેડીયમમાં ભાવુક દ્રશ્યો સર્જાય હતા.

ટોસ પહેલા સરફરાઝને ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. સરફરાઝ કેપ સાથે સ્ટેડિયમમાં ઊભેલા પિતા પાસે પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાની કેપ જોઈને સરફરાઝના પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, પિતા સરફરાઝને ગળે લગાડી લીધો હતો. આ સાથે હાજર સરફરાઝની પત્નીની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ હતી. સરફરાઝનો ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર છે. હવે તે આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

https://twitter.com/ooo_ajju/status/1758011303590068289?s=20

ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડી ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. સરફરાઝની કારકિર્દીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહીં. તેણે સરફરાઝને ગળે લગાવ્યો.

Dhruv Jurel and Sarfaraz Khan after receiving their Test caps (Courtesy of BCCI)

સરફરાઝ ખાનનો ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે આ ફોર્મેટની 45 મેચમાં 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે. સરફરાઝનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેણે 37 લિસ્ટ A મેચમાં 629 રન બનાવ્યા છે. સરફરાઝે 96 ટી20 મેચ પણ રમી છે. જેમાં 1188 રન બનાવ્યા છે.

સરફરાઝ ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી. સરફરાઝે 24 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં 161 રન બનાવ્યા હતા. તેણે 12 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 96 રનની ઈનિંગ રમી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા