IPL 2024રાશિફળસ્પોર્ટસ

IND VS AUS: કેવા છે ટીમ ઇન્ડિયાના પ્લેયરના ગ્રહમાન? કોને મળશે ભાગ્યનો સાથ, કોણે સંભાળવું પડશે? જાણો અહીં એક ક્લિક પર…

અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થોડાક સમયમાં જ રમાશે. પણ એ પહેલાં આપણે જાણી લઈએ કે આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટેનો ગ્રહતારાના શું વરતારા છે? આજે ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીને મળશે ભાગ્યનો સાથ તો કોણે રહેવું પડશે એકદમ સાવધ?

રોહિત શર્મા: રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે અને ક્રિકેટરસિકો તેને હિટમેન તરીકે પણ ઓળખે છે. હવે વાત કરીએ રોહિત શર્માના ગ્રહમાનની તો તેની ચંદ્ર રાશિ તુલા છે. રવિવારનો દિવસ તુલા રાશિના જાતકો માટે અત્યંત સંવેદનશીલ અને વિચારોના વંટોળવાળો રહેશે. આવી પરિસ્થિતિમાં રોહિતે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. દબાણને કારણે મન થોડું વિચલિત ચોક્ક્સ રહેશે.


શુભમન ગિલ: આગળ વધીએ અને વાત કરીને ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની. શુભમનનો ચંદ્ર ચિન્હ કુંભ છે પરિણામે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો પડકારરૂપ રહેશે. શુભમને આજે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. જોકે, કુંભ રાશિ એ ન્યાયના દેવતા શનિની રાશિ છે અને એટલે આ રાશિના જાતકો ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ પોતાના વિરોધીઓને હરાવી શકે છે.


વિરાટ કોહલી: ટીમ ઈન્ડિયાની રન મશીન તરીકે ઓળખાતા અને કિંગ કોહલીના નામે ફેન્સમાં પ્રખ્યાત વિરાટ કોહલીની ચંદ્ર રાશિ વૃષભ છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કામનો બોજ વધી શકે છે અને દિવસ મધ્યમ રહેશે. આ રાશિના લોકોને કામમાં સફળતા મળી શકે છે અને તેમની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.


શ્રેયસ અય્યર: ભારતીય ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન શ્રેયસ ઐયરની ચંદ્ર રાશિ કુંભ છે અને એના માટે કદાચ આજનો દિવસ થોડો કપરો રહેશે. આ લોકોએ પણ ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. જોકે, કુંભ રાશિ એ શનિની રાશિ છે અને અગાઉ કહ્યું એમ આ રાશિના લોકો મજબૂત હોય છે અને પોતાના વિરોધીઓને આ લોકો ખૂબ જ સરળતાથી પરાજિત કરવા મટે સક્ષમ હોય છે.


કેએલ રાહુલ: વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલનું રાશિચક્ર મિથુન છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહી શકે છે. આ રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવાની ખાસ જરૂર છે. કુંભ રાશિના લોકો માનસિક બેચેની અનુભવશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. ભગવાનને પ્રાર્થના કરવાથી રાહત અનુભવાશે.


સૂર્યકુમાર યાદવ: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો ચંદ્ર ચિન્હ પણ શ્રેયસ અય્યરની જેમ કુંભ રાશિ છે. હવે, કુંભ રાશિના લોકો માટે રવિવાર થોડો મુશ્કેલ બની શકે છે. જો કે, કુંભ રાશિ શનિની રાશિ છે અને આ રાશિના લોકો મજબૂત રહેશે. આ રાશિના લોકો તકનો લાભ ઉઠાવીને સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકે છે.


રવીન્દ્ર જાડેજા: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો ચંદ્ર ચિન્હ તુલા રાશિ છે. તુલા રાશિના જાતકો માટે રવિવાર અત્યંત સંવેદનશીલ અને વિચારોની ભરમારવાળો રહેશે. આ રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક વર્તન કરવાની જરૂર છે. મન થોડું વિચલિત રહી શકે છે.


કુલદીપ યાદવ: શ્રેષ્ઠ સ્પિન બોલર કુલદીપ યાદવનો ચંદ્ર ચિન્હ જેમિની છે. કેએલ રાહુલની જેમ કુલદીપે પણ આજે મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવું કુલદીપ માટે પણ સારું રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા છે એટલે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.


મોહમ્મદ સિરાજ: ભારતીય ટીમનો આ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ચંદ્ર રાશિ સિંહ છે. સિંહ રાશિના લોકો માટે રવિવારનો દિવસ આનંદથી ભરેલો રહેશે. આવા લોકો આનંદથી સમય પસાર કરશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના લોકોને કીર્તિ અને સુખની પ્રાપ્તિ થશે.. વિરોધીઓને પરાજિત થશે.


મોહમ્મદ શમી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીનો ચંદ્ર ચિન્હ પણ મોહમ્મદ સિરાજની જેમ સિંહ રાશિ છે. આવી સ્થિતિમાં, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એમ કહી શકાય કે તેમનો દિવસ આનંદથી ભરેલો હોઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે અને દિવસ લોકપ્રિયતા લાવી શકે છે.


જસપ્રીત બુમરાહ: બુમરાહની ચંદ્ર રાશી મકર છે. મકર રાશિના લોકો માટે રવિવાર ભાગ્યશાળી રહેવાનો છે. તેમના સોંપાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. આવા લોકોનું વર્ચસ્વ તેમના ક્ષેત્રમાં વધશે. માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. તમને સારું ભોજન અને કપડાં મળશે. તમે સુખ અને સંતોષનો અહેસાસ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button