
અમદાવાદ: અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ODI વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એક વખત ફાઇનલમાં સામસામે ટકરાશે. આવી પરિસ્થિતિમાં બંને દેશ સહિત દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની નજર વનડે ફાઇનલ મેચ પર ટકી રહેલી છે. માત્ર ક્રિકેટપ્રેમીઓ જ નહીં પણ બોલીવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
આ જ દરમિયાન હવે સાઉથની પ્રખ્યાત અભિનેત્રીએ ભારતની જીત લઈને એક મહત્વની જાહેરાત કરી છે. આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે જો ઈન્ડિયન ટીમ વર્લ્ડકપ જીતશે તો તે બીચ પર ન્યૂડ થઈને દોડશે. હવે તમને થશે કે ભાઈ કઈ છે આ અભિનેત્રી કે જેણે આવી જાહેરાત કરી છે તો આવી જાહેરાત કરનાર એક્ટ્રેસનું નામ છે રેખા બોજ. જી હા, તમે એકદમ સાચું સાચું વાંચ્યું છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ રેખા બોજે વર્લ્ડકપ 2023ને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડા વિના દોડશે. રેખાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ રેખાએ લખ્યું છે કે, ‘જો ભારત વર્લ્ડકપ જીતશે તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. ઓલ ધ બેસ્ટ અમારી ટીમ ઈન્ડિયા.
અહીંયા તમારી જાણ માટે કે સ્ટ્રીકિંગનો કોન્સેપ્ટ મુખ્યત્વે વિદેશોમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત થાય છે, તો ઉજવણી કરવા માટે કપડા વિના દોડશે. તેલુગુ એક્ટ્રેસ રેખા બોજની પોસ્ટ પર લોકો ભરપૂર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ‘તો પછી તૈયાર થઈ જાવ. ભારત ચોક્કસપણે જીતશે.’ બીજા એક યુઝરે એક્ટ્રેસની જાહેરાત પર કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘તું આ બધું લોકોનું ધ્યાન ખેંચવા માટે કરી રહી છે. ટીમ ઈન્ડિયાના નામ પર બકવાસ કરી રહી છે.’ ત્રીજા એક યુઝરે એક્ટ્રેસની પોસ્ટ પર એવું લખ્યું છે કે, ‘આની કોઈ જરૂર નથી, આ તારી પસંદગી છે.’ રેખા બોજના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે અનેક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેણે‘મંગલ્યમ’, ‘સ્વાતિ ચિનુકુ સંધ્યા લેલાલો’ અને ‘કલય તસ્મૈ નમઃ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આજના જમાનાની અન્ય એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.