સ્પોર્ટસ

ફાઈનલી જાણી લો રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં રમશે કે નહીં?, જાણો બીજી નવી અપડેટ

સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના (India Tour of Australia 2024-25) પ્રવાસે છે. સીરિઝમાં 2-1થી પાછળ છે. સિડનીમાં આવતીકાલથી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની (Border Gavaskar Trophy) અંતિમ મેચ શરૂ થશે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પાંચમી ટેસ્ટ નહીં રમે. આ મુકાબલા સાથે જોડાયેલા 3 મોટા અપડેટ સામે આવ્યા છે.

આકાશદીપ ઈજાગ્રસ્ત હોવાના કારણે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહીં હોય. આકાશદીપના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે. તે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. કેએલ રાહુલ ઓપનિંગ કરશે. રોહિતના સ્થાને શુભમન ગિલે વાપસી કરી છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ પાંચમી ટેસ્ટમાં ઓપનિંગ કરશે. ત્રીજા ક્રમે શુભમન ગિલ, ચોથા ક્રમે વિરાટ કોહલી અને પાંચમા ક્રમે રિષભ પંત રમશે. સિડની ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયા બે સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરશે. રવિન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર બંને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો હશે. ફાસ્ટ બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની રહેશે.

Also read:ભારતની મહિલાઓની આવતી કાલે ઑસ્ટ્રેલિયામાં આકરી પરીક્ષા શરૂ…

બુમરાહ ફરી કેપ્ટન ભારત આ સીરિઝમાં એક જ ટેસ્ટ જીત્યું છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા રમ્યો નહોતો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કેપ્ટન હતો. હવે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પણ રોહિત નહીં રમે. આ સ્થિતિમાં બુમરાહ ફરી કેપ્ટનશિપ કરશે. બુમરાહના નેતૃત્વમાં ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને 295 રનથી હાર આપી હતી. બુમરાહની કેપ્ટનશિપમાં ટીમ વધારે સંતુલિત હતી. પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button