સ્પોર્ટસ
ગિલ ગાંડો થયો! પાંચ બૉલમાં ચાર ચોક્કા ફટકારી દીધા…

બ્રિસ્બેન: ભારતે અહીં ગૅબામાં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટી-20માં બૅટિંગ મળ્યા પછી ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલી 4.5 ઓવરમાં ભારતે (India) વિના વિકેટે બાવન રન કરી લીધા છે. એ તબક્કે બૅડલાઈટને કારણે રમત અટકાવવામાં આવી હતી.
વાઇસ કેપ્ટન શુભમન ગિલે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ડવારશૂઇસની એક ઓવરમાં પાંચ બૉલમાં ચાર ફોર ફટકારી દીધી હતી.
ગિલ (Gill) કુલ 6 ચોક્કા સાથે 29 રને નૉટઆઉટ હતો. તેની સાથે અભિષેક શર્મા 23 રન પર રમી રહ્યો હતો. તેણે એક સિક્સર અને એક ફોર ફટકારી હતી.
ભારતે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. તિલક વર્માને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને રિન્કુ સિંહને ટીમમાં સમાવ્યો છે. ભારત સિરીઝમાં 2-1થી આગળ છે.
આ પણ વાંચો…શૉકિંગ ન્યૂઝ: રિષભ પંતને ત્રણ વાર બૉલ વાગ્યો, બૅટિંગ છોડવી પડી



