ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs AUS 4th Test: જયસ્વાલની ફિફ્ટી…પંત પણ ક્રિઝ પર, જામ્યો રસાકસી ભર્યો જંગ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હવે ખૂબ જ રોમાંચક સ્થિતિમાં (IND vs AUS 4th Test) પહોંચી ગઈ છે. આજે 5મા અને અંતિમ દિવસની રમતની શરૂઆત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ 234ના સ્કોર પર સમેટાઈ ગઈ. ટીમ ઈન્ડિયાને જીત માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ભારતની નબળી શરૂઆત:
બીજી ઇનિંગ માટે બેટિંગ કરવા ઉતારેલી ભારતીય ટીમ લંચ સુધી માત્ર 33 રન જ બનાવી શકી હતી, ત્યારે તેણે 3 વિકેટ પણ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપથી પડી ગઈ.

આ લખાય છે ત્યાં સુધીમાં ભારતનો સ્કોર 3 વિકેટ ગુમાવીને સ્કોર 90 રનની નજીક છે. યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત ક્રિઝ પર છે. યશસ્વીએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. જો ભારતે જીતવું હોય તો 92 ઓવરમાં 340નો ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

રોહિત અને કોહલી ફરી નિષ્ફળ:
લક્ષ્યનો પીછો કરવા ઉતારેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો છે, એવામાં તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

Also read: ભારત સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ઑલરાઉન્ડર થયો બહાર…

ચાર બોલ પછી, કમિન્સે પણ કેએલ રાહુલને પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી ફરી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો.

મેચની સ્થિતિ:
મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે 474 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા હતા, એટલે કે ઓસ્ટ્રેલીયાને પ્રથમ ઇનિંગના આધારે 105 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 234 રન પર સમેટાઈ ગઈ, ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button