સ્પોર્ટસ

ત્રીજી વન-ડેમાં ઇન્ડિયા-એનો ઓસ્ટ્રેલિયા-એ સામે વિજય: પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ

મેકાય (ઓસ્ટ્રેલિયા): યુવા લેગ સ્પિનર પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ સિવાય તેજલ હસબનિસ અને રાઘવી બિષ્ટની અડધી સદીની મદદથી ઇન્ડિયા – એ ટીમે અહીં ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા-એને 171 રનથી હરાવ્યું હતું. બ્રિસ્બેનમાં ત્રણ ટી-20 અને પ્રથમ બે વન-ડે મેચમાં હાર મળ્યા બાદ ઇન્ડિયા-એને સીરિઝની ત્રીજી મેચમાં જીત મળી હતી.

દિલ્હીની 20 વર્ષની પ્રિયાએ 14 રનમાં પાંચ વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયા-એને માત્ર 72 રનમાં ઓલઆઉટ કરીને ટીમને પ્રવાસની પ્રથમ જીત અપાવી હતી. કેપ્ટન મીનુ મણીએ પણ ચાર રન આપીને બે વિકેટ ઝડપી હતી.
પ્રવાસની પોતાની પ્રથમ મેચ રમી રહેલી પ્રિયાએ ઓપનર મેડી ડાર્ક (22) અને ટોચની બેટ્સમેન ટીસ ફ્લિન્ટોસ (20)ને પેવેલિયન મોકલી દીધી હતી. જેના કારણે યજમાન ટીમે 15મી ઓવરમાં 52 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાર બાદ પ્રિયાએ નિકોલ ફેલ્ટમ (02), કેટ પીટરસન (01) અને નિકોલા હેનકોક (00)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને 22.1 ઓવરમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ટીમો વચ્ચે એકમાત્ર બિનસત્તાવાર ટેસ્ટ 22 ઓગસ્ટથી ગોલ્ડ કોસ્ટમાં રમાશે.
આ પહેલા ઇન્ડિયા ‘એ’ની પણ ખરાબ શરૂઆત રહી હતી. ટીમે નવમી ઓવરમાં 43 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તેજલ અને રાઘવીએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી.

તેજલ અને રાઘવીએ ટીમના સ્કોરને 147 રન સુધી પહોંચાડ્યો, જે બાદ તેજલ 28મી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. રાઘવી પણ તરત જ પેવેલિયન પરત ફરી હતી. આ પછી સંજીવન સજના (40) અને કેપ્ટન મીનુ મણિ (34)એ શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમના સ્કોરને 243 રન સુધી પહોંચાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker