વિશાખાપટ્ટનમઃ હાલમાં જ વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયા આજથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર પ્રથમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ત્રણ મેચમાં વાઇસ કેપ્ટન હશે. શ્રેયસ અય્યર છેલ્લી બે મેચમાં વાપસી કરશે અને વાઈસ કેપ્ટન રહેશે.
વચગાળાના કોચ વીવીએસ લક્ષ્મણ બેટિંગ ઓર્ડર પર કામ કરી રહ્યા છે અને શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પરત ફર્યા છે ત્યારે ભારત પાસે ઓપનીંગ માટે ઘણા વિકલ્પો છે. રુતુરાજ ગાયકવાડ સાથે જયસ્વાલ અથવા કિશન ઇનિંગ્સની શરૂઆત કરે તેવી પૂરી શક્યતા છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 આ મુજબ છે ભારત: ઈશાન કિશન (વિકેટકિપર), રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ/આવેશ ખાન, મુકેશ કુમાર. ઑસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ, મેટ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન/ વિકેટકિપર), શોન એબોટ, નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સાંઘા.
Taboola Feed