સ્પોર્ટસ

IND VS AFG: અફઘાનિસ્તાન સામે ભારત સુપર ઓવરમાં જીત્યું, નોંધાયા ઢગલો વિક્રમો

બેંગલુરુ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી ટ્વેન્ટી 20 મેચ ભારે રસપ્રદ રહી હતી. ટોસ જીતીને ભારતે 212 રન કર્યા હતા, જ્યારે તેની સામે અફઘાની ખેલાડીઓએ 212 રન કર્યા હતા. જોકે ભારત સુપર (2) ઓવરમાં વિજય મેળવીને સિરીઝ 3-0 જીતીને અનેક નવા વિક્રમ કર્યા હતા. ભારતે 3 – 0 થી સિરીઝ જીતવાને કારણે પાકિસ્તાનનો વિક્રમ તોડયો હતો. ગઇકાલની મેચમાં સુકાની તરીકે રોહિત શર્મા અને રિંકુ સિંહની બેટિંગ અને washington સુંદર (અને સુપર ઓવરમાં બિશનોઈ)ની શાનદાર બોલિંગ (ત્રણ વિકેટ)ને કારણે ભારતને વિજયી બનાવવાના પ્રયાસમાં મોટું પ્રદાન હતું.

સુપર (પહેલી) ઓવરમાં અફઘાનિસ્તાને એક વિકેટે 16 રન બનાવ્યા હતા, જ્યારે એના જવાબમાં ભારતે 16 રન બનાવ્યા હતા. બંને ટીમે એક એક વિકેટે 16 રન બનાવ્યા હતા, જેથી ફરી એક વાર બીજી સુપર ઓવર રમાઇ હતી.
બીજી સુપર ઓવરમાં ભારતે 12 રન કર્યા હતા પણ અફઘાનિસ્તાને બે વિકેટે બે રન કરતા 10 રને હાર્યું હતું. આ જીતથી ટીમ ઈન્ડિયા T-20 Internationlમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતે અફઘાનિસ્તાનને હરાવતા 9 વખત ક્વીન સ્વીપ કરીને ટીમ ઈન્ડિયા પહેલા ક્રમે રહ્યું છે. આ અગાઉ ભારત અને પાકિસ્તાન બંનેએ 8-8 વખત ક્લીન સ્વીપનો રેકોર્ડ હતો. જોકે ગઇકાલની જીતથી ભારત આગળ થઈ ગયું છે. જાણી લો આ મેચ સાથેના અન્ય વિક્રમોની યાદી.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ વખત બન્યું હતું કે એક મેચમાં બે સુપર ઓવર નાખવામાં આવી હતી. જોકે, એનાં સિવાય આઈપીએલમાં આ અગાઉ એક વખત બન્યું હતું. IPL 2020માં પંજાબ વિરુદ્ધ મુંબઈની મેચમાં બે સુપર ઓવર નાખવાની હતી.


ગઇકાલની મેચમાં બંને ટીમોએ 212-212 રન બનાવ્યા હતા. એટલે કે 40 ઓવરમાં કુલ 424 રન થયા. આટલા રન બનાવ્યા બાદ પણ મેચ ટાઈ રહી હતી. તે ટાઈ મેચોમાં સૌથી વધુ રન સાથે બીજા સ્થાને છે. નંબર વન પર ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ક્રાઈસ્ટચર્ચ ખાતેની T20માં કુલ 428 રન બનાવ્યા હતા.


ત્રીજા રેકોર્ડની વાત કરીએ તો T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી (5) ફટકારવાની રેસમાં રોહિત શર્મા ફરીથી લીડર બની ગયો. તે સૂર્યકુમાર યાદવ (4) અને ગ્લેન મેક્સવે (4) કરતાં એક સદી આગળ છે.


ચોથી મહત્વની વાત તો રોહિત અને રિંકુ વચ્ચે આ મેચમાં 190 રનની ભાગીદારી થઈ હતી. ટી20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે.


ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં 58 રન બનાવ્યા. આ T20 ક્રિકેટમાં 19મી-20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ પહેલાનો રેકોર્ડ નેપાળ (55)ના નામે હતો.


છઠ્ઠા રેકોર્ડની વાત કરીએ તો ગઇકાલની મેચમાં છેલ્લી ઓવરમાં 36 રન બનાવ્યા હતા. આ ચોથી વખત છે જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 36 રન બનાવ્યા છે. અત્યાર સુધી એક ઓવરમાં 36થી વધુ રન નથી બન્યા.
છેલ્લે ગઈકાલની આ મેચમાં છેલ્લી 5 ઓવરમાં 103 રન બનાવ્યા હતા. 16મીથી 20મી ઓવર સુધી સૌથી વધુ રન બનાવવાના મામલે આ બીજા સ્થાને છે. નેપાળ (108) નંબર વન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button