સ્પોર્ટસ

‘જો અને તો’ ના ગણિતમાં ફસાયું ભારત, ઑસ્ટ્રેલિયા સામે હાર બાદ પૉઇન્ટ ટેબલમાં લાગ્યો તગડો ઝટકો

Team India: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે (India vs Australia) ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એડિલડ ઑવલમાં રમાયો હતો. પિંક બૉલ ટેસ્ટમાં ભારતીય ટીમનો 10 વિકેટથી પરાજય હતો. ઑસ્ટ્રેલિયાને જીત માટે 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને વિના વિકેટે હાંસલ કર્યો હતો. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બર, શનિવારથી બ્રિસબેનમાં રમાશે.

ત્રીજા ક્રમે સરકી ટીમ ઈન્ડિયા
એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં (ICC world Test Championship) પણ તગડો ફટકો લાગ્યો છે. ભારતીય ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે સરકી ગઈ છે. એડીલેડ ટેસ્ટ (Adelaide Test) પહેલા ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે હતી. હવે સાઉથ આફ્રિકા બીજા ક્રમે અને ઑસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે પહોંચી ગયા છે.

પ્રથમ નંબર પર રહેલી ઑસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં 14 મેચમાંથી 9 જીત, 4 હાર અને 1 ડ્રૉ સાથે 102 અંક છે.તેની ટકાવારી 60.71 છે. બીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકાએ 9 મેચમાં 5 જીત, ત્રણ હાર અને 1 ડ્રૉ સાથે 64 અંક છે. તેની ટકાવારી 59.26 છે. ત્રીજા ક્રમે રહેલા ભારતની 16 મેચમાં 9 જીત, 6 હાર અને 1 ડ્રૉ સાથે 110 પોઇન્ટ છે અને ટકાવારી 57.29 છે.

WTC ફાઈનલની રેસ બની રસપ્રદ
ઑસ્ટ્રેલિયા સામે ભારતની હારથી WTC ફાઈનલની રેસ રસપ્રદ બની ગઈ છે. ઑસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલાં, ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણી 0-3થી હારી ગયું હતું. આ પછી સીધા WTC ફાઇનલમાં પહોંચવા માટે ઑસ્ટ્રેલિયાને 4-0થી હરાવવું જરૂરી હતું. પર્થ ટેસ્ટમાં જીતને કારણે તકો પણ વધી ગઈ હતી, પરંતુ બીજી જ મેચમાં કારમી હારથી તમામ સમીકરણો પલટાઈ ગયા છે. ભારત હાલમાં ફાઈનલની રેસમાંથી બહાર છે, કારણ કે ટાઈટલ મેચ માત્ર પૉઇન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે જ રમાય છે. વર્તમાન સ્થિતિમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટોપ ટુમાં છે. ભારત માટે આગળનો રસ્તો ચોક્કસપણે મુશ્કેલ બની ગયો છે, પરંતુ એવું નથી કે તે સંપૂર્ણ રીતે રેસમાંથી બહાર થઈ ગયું છે.

આ પણ વાંચો…IND vs AUS 2nd Test: ‘અમે ઘણી ભૂલો કરી…’ હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી

ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે?
ભારત સામેની જીત સાથે, ઑસ્ટ્રેલિયા 60.71ના PCT સાથે ટોચ પર છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 59.26ના PCT સાથે બીજા સ્થાને છે. ભારતીય ટીમ 57.29ના PCT સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારત હવે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીની આગામી ત્રણ મેચમાં જીતવી પડશે. જો ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં 4-1ના માર્જિનથી સિરીઝ જીતવામાં સફળ રહે તો તેના ટોપ ટુમાં રહેવાની શક્યતાઓ જળવાઈ રહેશે. જોકે હવે ભારતીય ટીમે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.

જો ભારત આગામી ત્રણ મેચમાં બે જીત અને એક ડ્રો મેળવવામાં સફળ રહે, તો તેની ટકાવારી 60.52 પર પહોંચી જશે. જો ભારત ત્રણેયમાં વિજય નોંધાવવામાં સફળ રહે છે તો તેની ટકાવારી 64.05 થશે. ભારત માટે અહીં પણ પ્રવાસ સરળ નહીં હોય કારણ કે તેણે દક્ષિણ આફ્રિકાના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. એકંદરે, ભારત હવે સીધું ક્વોલિફાય કરી શકે તેમ નથી. જો દક્ષિણ આફ્રિકા શ્રીલંકા અને પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન ન કરી શકે અને ભારત ઑસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ મેચ જીતવામાં સફળ રહે તો તેની તકો વધી જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button