સ્પોર્ટસ

આઇસીસીએ બાંગ્લાદેશને વિકલ્પ તરીકે ભારતમાં આ બે શહેરના નામ આપ્યા છે?

દુબઈઃ બાંગ્લાદેશે (Bangladesh) પોતાના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)માંથી હકાલપટ્ટી થતાં ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓને ભારત ન મોકલવાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જે નિર્ણય જણાવી દીધો છે એ મુદ્દે આઇસીસી તરફથી સત્તાવાર ફેંસલો ન આવ્યો એ પૂર્વે એવી વાત ચગી છે કે બાંગ્લાદેશને કોલકાતા અને મુંબઈના બદલે વિકલ્પ તરીકે ભારતના જ બીજા બે શહેર હૈદરાબાદ અને ચેન્નઈના નામ આપવામાં આવ્યા છે.

મૂળ સમયપત્રક પ્રમાણે વિશ્વ કપમાં બાંગ્લાદેશની ત્રણ મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને એક મૅચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. હવે કહેવાય છે કે બાંગ્લાદેશને હૈદરાબાદ અને ચેન્નઈના નામ અપાયા છે જેના પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોઈ વળતો જવાબ નથી આપ્યો એવું પણ એક અહેવાલમાં જણાવાયું હતું.

બીસીબીના પ્રમુખ અમિનુલ ઇસ્લામ બુલબુલ

જોકે બીસીબીના પ્રમુખ અમિનુલ ઇસ્લામ બુલબુલે (BULBUL) એવું કહ્યું છે કે ` અમને હૈદરાબાદ અને ચેન્નઈના નામ અપાયા હોવાની ખબર મારા માટે નવી છે. અમને આઇસીસી તરફથી હજી સુધી એવું કંઈ નથી જણાવાયું. અમે ભારતમાં અમારા ખેલાડીઓની અસલામતી જોતાં ત્યાં તેમને ન મોકલવા પ્રતિબદ્ધ છીએ.’

બાંગ્લાદેશ ઇચ્છે છે એની મૅચો ભારતમાંથી ખસેડીને શ્રીલંકામાં રાખવામાં આવે. જોકે ગયા અઠવાડિયે એવી વાત આવી હતી કે આઇસીસીએ બીસીબીને કહી દીધું છે કે તમે ભારતમાં વર્લ્ડ કપની મૅચો નહીં રમો તો તમારે તમારા પૉઇન્ટ જતા કરવા પડશે.

આ પણ વાંચો…દરેક વર્લ્ડ કપ પહેલાં અમારે કોઈને કોઈ મુસીબત સહેવી પડી છેઃ બાંગ્લાદેશનો ટેસ્ટ કૅપ્ટન

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button