T20 World Cup 2024સ્પોર્ટસ

T20 world cup IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર થઇ! જાણો ભારતીય ટીમનું શિડ્યૂલ

ગત વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ જીતવાનું ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકોનું સપનું રોળાઈ ગયું હતું. આ વર્ષે ભારતીય ટીમ માટે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ જૂનમાં મહિનામાં રમાશે, T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ માટેનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક ન્યુઝ પોર્ટલના અહેવાલમાં સૂત્રોના હવાલાથી ભારતીય ટીમના શેડ્યૂલ અંગે જાણકારી આપવામાં આવી છે.

અહેવાલ મુજબ ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમાવાની છે. જ્યારે બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે રમાશે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે રમાશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં રમાશે. જો કે છેલ્લી ઘડીએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે.


ભારતીય ટીમનું શેડ્યૂલ:
5 જૂન – VS આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
9 જૂન – VS પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન – VS અમેરિકા, ન્યુયોર્ક
15 જૂન – VS કેનેડા, ફ્લોરિડા
20 જૂન – વિ C-1 (ન્યૂઝીલેન્ડ) બાર્બાડોસ
22 જૂન – વિ શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન – વિ ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા
નોકઆઉટ મેચનું શેડ્યૂલ:
26 જુન- પ્રથમ સેમિ-ફાઇનલ, ગયાના
28 જૂન – બીજી સેમિફાઇનલ, ત્રિનિદાદ
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ


T20 વર્લ્ડ કપ 2024નું ફોર્મેટ આવું હશે:
આગામી T20 વર્લ્ડ કપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. આ પછી, તમામ 8 ટીમોને 4-4 ના 2 ગ્રુપ્સમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે ટીમો બે સેમી ફાઈનલ મેચ દ્વારા ફાઇનલમાં પ્રવેશ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button