ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતે ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરી દીધી ટીમ, જાણી લો કોણ ઇન, કોણ આઉટ

મુંબઈ: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે ટીમ જાહેર કરી છે. રોહિત શર્મા ટીમનો કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે.

શિવમ દુબેનો પણ સમાવેશ કરાયો છે. દુબેને સામેલ કરાશે તો હાર્દિકનું પત્તું કપાઈ શકે એવી ઘણાની અટકળો હતી, પરંતુ હાર્દિક 15 ખેલાડીઓની ટીમમાં છે જ અને ઉપ-કપ્તાન છે.


પ્રથમ વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંતને સામેલ કરાયો છે. સંજુ સૅમસન બીજો વિકેટકીપર-બૅટર છે. આ સ્થાન માટે કેએલ રાહુલ પણ દાવેદાર હતો, પરંતુ તેને તેમ જ દિનેશ કાર્તિક, જિતેશ શર્મા અને ઇશાન કિશનને સ્થાન નથી અપાયું.


ભારતનો સમાવેશ ગ્રુપ ‘એ’માં છે જેમાં પાકિસ્તાન, કૅનેડા, આયરલૅન્ડ અને અમેરિકા પણ છે.


ચાર ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે સિલેક્ટ કરાયા છે અને એમાં શુભમન ગિલ સામેલ છે. જો મુખ્ય ટીમમાંથી કોઈ પ્લેયર ઈજા કે બીજા કોઈ કારણસર નહીં રમે તો રિઝર્વ સ્ક્વૉડમાંથી પસંદગી થઈ શકશે.


મોહમ્મદ શમી હજી અનફિટ હોવાથી તેનું સિલેક્શન નથી કરાયું. અક્ષર પટેલનું સ્પિનિંગ-ઑલરાઉન્ડર તરીકે સિલેક્શન થયું એવું માની શકાય.


ભારત સહિતના જે દેશો 15 ખેલાડીઓની વર્લ્ડ કપ ટીમ જાહેર કરી રહ્યા છે એમાં આઇસીસીને મંજૂરીને આધીન વર્લ્ડ કપની પહેલાં ફેરફાર કરી શકાશે.

ભારતીય ટીમ:

રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વ પ્લેયર: શુભમન ગિલ, રિન્કુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button