IND vs BAN: બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત, ઈશાન કિશન, રુતુરાજ અને શ્રેયસને ફરી નિરાશા મળી

નવી દિલ્હી: ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રન હરાવી મોટી જીત મળવી છે. હવે સિરીઝની બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે કાનપુરમાં રમાશે. આગામી મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ તેના ઓફિશિયલ x હેન્ડલ પર ટીમની જાહેરાત કરી છે. બીજી મેચમાં પણ રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે.
બીસીસીઆઈ દ્વારા જેહેર કરાયેલા એક નિવેદન મુજબ સીલેક્ટર્સ કમિટીએ બીજી ટેસ્ટ માટે આ જ ટીમને જાળવી રાખી છે. અગાઉ એવી અટકળો હતી કે ચેન્નઈમાં ખરાબ પ્રદર્શન બાદ કેએલ રાહુલની ટીમમાંથી હકાલપટ્ટી થઇ શકે છે. પરંતુ, સીલેક્ટર્સ કમિટીએ તેને વધુ એક ચાન્સ આપવાનો નિર્ણય કર્યો. જો કે પ્લેઈંગ ઈલેવનમાં સરફરાઝ ખાનને પસંદ કરવામાં આવે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
ઇશાન કિશન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને ફરી ટીમની બહાર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : IND vs BAN 1St Test: ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, 92 વર્ષમાં પહેલીવાર આવું બન્યું
ભારતને આગળની લાંબી સીઝન રમવાની છે, એવી અટકળો હતી કે ભારતના કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવશે, જેમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે, જેથી તેને ઈજાનું જોખમ ટાળી શકાય. મુખ્ય ફોકસ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે. પરંતુ બૂમરાહને બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (WK), ધ્રુવ જુરેલ (WK), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.