ભારત-સાઉથ આફ્રિકાની બીજી વન-ડે શરૂ થાય એ પહેલાં જાણી લો, આંકડામાં કોનું પલડું ભારે છે

ન્યૂ ચંડીગઢઃ સાઉથ આફ્રિકા (South Africa) સામેની પાંચ મૅચની ટી-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે (India) મંગળવારે પ્રથમ મૅચમાં 101 રનથી શાનદાર વિજય મેળવ્યો ત્યાર બાદ હવે આજે થોડી જ વારમાં શરૂ થનારી બીજી મૅચ પહેલાં આપણે જાણી લઈએ બન્ને ટીમ વચ્ચેની રસપ્રદ આંકડાબાજી.
સાંજે 6.30 વાગ્યે સિક્કો ઉછાળવામાં આવશે અને ટૉસ પછીની 30 મિનિટ બાદ પ્રથમ બૉલ ફેંકવામાં આવશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં કોણ છે આગળ
બન્ને દેશ વચ્ચે કુલ 32 ટી-20 મૅચ રમાઈ ચૂકી છે જેમાંથી 19 ભારતે અને 12 સાઉથ આફ્રિકાએ જીતી છે. એક મૅચનું પરિણામ આવ્યું જ નહોતું. છેલ્લી સાત ટી-20માં છ ભારતે અને એક સાઉથ આફ્રિકાએ જીતી છે એટલે નજીકનો ભૂતકાળ ભારતની તરફેણમાં છે.
આ પણ વાંચો : ગુરુવારે બીજી ટી-20ઃ હાર્દિક અને અર્શદીપ કયા બે વિક્રમની તલાશમાં છે જાણો છો?
આજની મૅચ વિશેની આગાહી શું કહે છે
મૅચ પ્રીડિક્શન મીટર બતાવે છે કે આ મુકાબલામાં પણ ભારતની જીત સંભવ છે. જોકે પ્રથમ મૅચ જેવું નહીં બને. આમાં સાઉથ આફ્રિકનો ભારતને ટક્કર આપતા જોવા મળશે. એક રીતે આ મુકાબલો 60-40 જેવો છે. પ્રવાસી ટીમ પાસે ઘણા મૅચ-વિનર્સ છે જેમ કે ખુદ કૅપ્ટન એઇડન માર્કરમ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બે્રવિસ, ક્વિન્ટન ડિકૉક, માર્કો યેનસેન, લુન્ગી ઍન્ગિડી વગેરે. જોકે તેમના બૅટ્સમેનો ભારતીય સ્પિનર્સ સામે મૂંઝાઈ જતા જોવા મળશે એમાં બેમત નથી.
આ પણ વાંચો : રૅન્કિંગ્સમાં કોહલીની વિરાટ છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે
બન્ને ટીમનું હાલનું ફૉર્મ કેવું છે
ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતની ટીમ 2024ના વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ 33 ટી-20 રમી છે જેમાંથી ફક્ત ચાર મૅચમાં ભારતની હાર થઈ છે. 29 મૅચમાં ભારતનો વિજય થયો છે. 2025ની સાલમાં ટીમ ઇન્ડિયાનો 18માંથી માત્ર બે મૅચમાં પરાજય થયો છે. સાઉથ આફ્રિકા આ વર્ષમાં 15 ટી-20 રમ્યું છે અને એમાં એનો જીત-હારનો રેશિયો 5-10નો છે. છેલ્લી બે ટી-20માં ભારત સામે સાઉથ આફ્રિકાનો 100-પ્લસ રનથી (135 રનથી અને 101 રનથી) પરાજય થયો છે.



