નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યર છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. આ શ્રેણીમાં ભારતે પાંચ ટી-20 મેચ રમવાની છે.
વિશ્વકપનો ભાગ બનેલા મોટાભાગના ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે અને રુતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન્સી મળી છે. છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાયેલા શ્રેયસ અય્યર બાદમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે.
શ્રેયસે વિશ્વની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 11 મેચમાં બે વિકેટની મદદથી 113.24ના સ્ટ્રાઈક રેટ સાથે 530 રન બનાવ્યા હતા. 33 વર્ષીય સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 53 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 46.02ની એવરેજ અને 172.7ની સ્ટ્રાઈક રેટથી 1841 રન બનાવ્યા છે. ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. ત્રીજી T20 ઇન્ટરનેશનલ ગુવાહાટીમાં, ચોથી રાયપુરમાં અને 3 ડિસેમ્બરે છેલ્લી અને પાંચમી T20 ઇન્ટરનેશનલ બેંગલુરુમાં રમાશે.
રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પણ અમદાવાદમાં પસંદગીકારોની બેઠકમાં તેને કેપ્ટન બનાવવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. એશિયન ગેમ્સમાં રમી ચૂકેલા ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્માનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
T-20 સિરીઝ માટે ભારતીય ટીમ આ મુજબ રહેશેઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે