સ્પોર્ટસ

IND Vs SL: એશિયા કપની ફાઇનલમાં ભારત પહોંચ્યું: શ્રીલંકાને 41 રને હરાવ્યું

કોલંબો: એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે જીત્યા પછી ભારતીય ટીમની બીજી મેચ શ્રીલંકા સાથે રમીને ભારત 41 રનથી વિજયી બન્યું છે. ભારતે આ મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં શ્રીલંકાએ 41.3 ઓવરમાં 172 રને ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન સામે સૌથી વિકેટ લીધા પછી શ્રીલંકા સામેની મેચમાં પણ કુલદીપ યાદવે વધુ (ચાર) વિકેટ ઝડપી હતી.


ભારત સામે જીતવા માટે 214 રનનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમ 172 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત વતી રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી. આ પહેલા ધનંજય ડી સિલ્વા અને ડ્યુનિથ વેલેજ વચ્ચેની 63 રનની ભાગીદારીએ મુશ્કેલી ઊભી કરી હતી. જોકે, રવિન્દ્ર જાડેજાએ ધનંજય ડી સિલ્વાને આઉટ કરીને આ ભાગીદારી તોડીને ભારતીય ટીમને મોટી રાહત આપી હતી. રવિન્દ્ર જાડેજાએ દાસુન શંકાને પણ આઉટ કર્યો હતો, જ્યારે જસપ્રિત બુમરાહે નિસાંકા અને કુશલ મેન્ડિસને આઉટ કરીને શરૂઆતમાં બે ઝટકા આપ્યા હતાં. ત્યાર પછી મોહમ્મદ સિરાજે કરુણારત્નેને આઉટ કર્યો હતો.


પહેલી બેટિંગમાં આવેલા ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેનો શ્રીલંકાની સ્પિનર સામે લાચાર દેખાતા હતા. મિડલ ઓર્ડર પછી લોઅર ઓર્ડર પણ વિખેરાઈ ગયો હતો. અલબત્ત, એક સમયે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી ચૂકેલી ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

https://twitter.com/BCCI/status/1701652534228820092

ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. શ્રી લંકા વતીથી સ્પિનર ડ્યુનિથ વેલાલ્ગેએ પાંચ વિકેટ લીધી હતી.

આ સાથે જ અસલંકાને ચાર વિકેટ મળી હતી. મહિષ તિક્ષાને એક વિકેટ મળી હતી. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં હાર સાથે જ શ્રીલંકાની વનડેમાં સતત 13 મેચોની જીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button