મહિલા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચને માત્ર આટલા દિવસ બાકી
હરમનપ્રીત કૌરની ટીમ જીતવા માટે ફેવરિટ
શારજાહ: મહિલાઓના નવમા ટી-20 વર્લ્ડ કપનો આરંભ થઈ ગયો છે અને બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચેની મૅચનો આરંભ થયો છે સાંજે બીજી મૅચમાં પાકિસ્તાનનો શ્રીલંકા સાથે મુકાબલો થશે. જોકે ખરો ઇન્તેજાર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચનો છે અને એ હાઈ-વૉલ્ટેજ ટક્કરને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ મૅચ રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી) રમાશે. કરોડો ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલો ટીવી ઉપરાંત મોબાઇલ પર પણ લાઇવ જોઈ શકશે.
ભારતની પ્રથમ મૅચ શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) ન્યૂ ઝીલૅન્ડ સામે રમાવાની છે.
ભારત-પાકિસ્તાન મુકાબલાની વાત પર ફરી આવીએ તો એની કૉમેન્ટરી ઇંગ્લિશ અને હિન્દી ઉપરાંત બીજી ઘણી ભાષાઓમાં સાંભળવા મળશે.
વર્લ્ડ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર છે. 15માંથી 12 મૅચ ભારતે જીતી છે અને ફક્ત ત્રણ મૅચમાં ભારત હાર્યું છે.
આ પણ વાંચો :ગંભીરના કોચ બનવાથી ટીમની રમત વધુ આક્રમક બની! કાનપુર ટેસ્ટથી નીકળ્યું આ તારણ
ભારતની પાકિસ્તાન સામેની દુબઈની મૅચ બાદ નવમી ઑક્ટોબરે ભારતનો શ્રીલંકા સામે અને 13મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો થશે.
પ્રથમ સેમિ ફાઇનલ 17મી ઑક્ટોબરે અને બીજી સેમિ ફાઇનલ 18મી ઑક્ટોબરે રમાશે. ફાઇનલ મૅચ 20મી ઑક્ટોબરે રમાવાની છે.