ટૉસ વખતે ભારત-પાકિસ્તાનના કૅપ્ટને હાથ મિલાવવાનું ટાળ્યું, એકમેકની સામે પણ ન જોયું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ટૉસ વખતે ભારત-પાકિસ્તાનના કૅપ્ટને હાથ મિલાવવાનું ટાળ્યું, એકમેકની સામે પણ ન જોયું

દુબઈઃ અહીં રવિવારે હાઈ-વૉલ્ટેજ મુકાબલા પહેલાં ટૉસ (toss) વખતે ભારતના સુકાની સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)એ એકમેક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. સાંજે 7.30 વાગ્યે ટૉસ માટે તેઓ મૅચ રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ તથા કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી પાસે આવ્યા ત્યારે સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન બન્ને સુકાનીઓ પર હતું.

જ્યારે પણ ટૉસ ઉછાળવાની નાની ઇવેન્ટ યોજાય ત્યારે બન્ને ટીમના સુકાની એકબીજા સાથે હાથ મિલાવે છે. આ કોઈ નિયમ નથી, પરંતુ વર્ષોથી પરંપરા છે. જોકે સૂર્યા અને સલમાને એકમેક સાથે હાથ નહોતા મિલાવ્યા અને એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ અંગેના શરદ પવારના નિવેદનથી ઠાકરેના આંદોલનનો પ્રભાવ ઘટ્યો?

સૂર્યા અને સલમાને પોતપોતાની ટીમના નામવાળી શીટ પાયક્રૉફ્ટને સોંપી હતી તેમ જ શાસ્ત્રીને નાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

પાકિસ્તાને પહલગામમાં આતંકવાદીઓ મોકલીને 26 હિન્દુઓની કત્લેઆમ કરાવી ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે ટૂંકું યુદ્ધ થયું હતું અને ત્યાર પછી પહેલી જ વાર બેઉ દેશ વચ્ચે ક્રિકેટ મૅચ રમાઈ હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button