સ્પોર્ટસ

પાકિસ્તાનને રણમેદાનની ફિટકાર પછી ખેલકૂદના મેદાનની હાર પણ પચી નહી…

જુનિયર ડેવિસ કપમાં પાકિસ્તાની ખેલાડીએ ભારતીય ખેલાડી સાથે નફ્ફટાઈથી હાથ મિલાવ્યા

શીમકેન્ટ (કઝાખસ્તાન): પાકિસ્તાને કાશ્મીરના પહલગામમાં જીવલેણ આતંકવાદી હુમલો કરાવ્યો ત્યાર બાદ ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને એની જ ધરતી પર એક પછી એક શ્રેણીબદ્ધ હુમલા કરીને જે લપડાકો લગાવીને એને પાયમાલ કરી દીધું એમ છતાં પાકિસ્તાન લશ્કર અને પાકિસ્તાન સરકાર ભારત સામેની ત્રણ જ દિવસમાં જોવી પડેલી એ હાર પચાવી ન શકી ત્યાર પછી અહીં કઝાખસ્તાન (Kazakhstan)માં રમતગમતના મેદાનમાં પણ પાકિસ્તાની ખેલાડીથી ભારતીય સ્પર્ધક સામેનો પરાજય સહન નહોતો થયો અને તેણે (પાકિસ્તાની ખેલાડીએ) પોતાની અસલિયત અને નફ્ફટાઈ બતાડી દીધી હતી.

વાત એવી છે કે 24મી મેએ જુનિયર ડેવિસ કપ (junior davis cup) ટેનિસ સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનને 2-0થી હરાવ્યું. અન્ડર-16 ટૂર્નામેન્ટમાં ત્યારે ભારતના પ્રકાશ સરન (Prakash saran) અને તવિશ પાહવા (Tavish Pahwa)એ તેમની સિંગલ્સની મૅચ ભારે રસાકસી બાદ સુપર ટાઇ-બે્રકમાં જીતી લીધી હતી. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયરો સામે પૂરું વર્ચસ્વ બતાવ્યું હતું એટલે પાકિસ્તાનીઓ શરૂઆતથી જ આક્રમક અને બદઇરાદાવાળા અભિગમ સાથે રમ્યા હતા.

https://twitter.com/IndTennisDaily/status/1927352626250723504

સ્પર્ધાના ત્રણ દિવસ બાદ વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીથી હાર પચી નહોતી અને તેણે ભારતીય પ્લેયર સાથે હાથ મિલાવવામાં (handshake) અસભ્ય વર્તન બતાવ્યું હતું. પહેલાં તો હાથ મિલાવતી વખતે પાકિસ્તાની ખેલાડી પોતાનો હાથ બરાબર મિલાવી નહોતો શક્યો અને પછી અચાનક તેણે આક્રમક મિજાજમાં (ખેલદિલીને નેવે મૂકીને) હાથ મિલાવ્યો હતો. આવું તેણે વારંવાર કરીને પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું હતું.

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ અને પાકિસ્તાની લશ્કરી જવાનોએ ભારત સામે જે લપડાક ખાધી એનો આક્રોશ એ પાકિસ્તાની ખેલાડી ટેનિસની કોર્ટ પર નેટ પાસે ભારતીય ખેલાડી સામે બતાવીને અપરિપકવતાનું પ્રદર્શન કરી રહ્યો હતો.
જોકે ભારતીય ખેલાડીએ મગજ શાંત રાખ્યું હતું અને સામો ગુસ્સો બતાવવાનું ટાળ્યું હતું. ભારતીય ખેલાડીએ તો એ પહેલાં ટેનિસના રૅકેટથી જ તેને જવાબ આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં મિસાઇલો અને ડ્રૉન મોકલીને આતંકવાદીઓના મથકોનો તેમ જ પાકિસ્તાની હવાઈ દળના અનેક ઍર બેઝનો ખાતમો બોલાવ્યો હતો જેને પગલે ત્રીજ જ દિવસે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ (સીઝફાયર)નો કૉલ ભારતને આવી ગયો હતો.

સંબંધિત લેખો

Back to top button