ભારત-પાકિસ્તાનનો ` હૅન્ડશેક વિવાદ’ પૂરો થયો? જાણો કેવી રીતે

બન્ને કટ્ટર દેશ વચ્ચેની હૉકી મૅચ 3-3થી ડ્રૉમાં ગઈ
જોહોર (મલયેશિયા): જોહોર બાહરુમાં આયોજિત સુલતાન જોહોર (Johor) કપમાં મંગળવારે ભારત અને પાકિસ્તાનની જુનિયર હૉકી ટીમ વચ્ચે મૅચ તો 3-3થી ડ્રૉમાં પરિણમી, પરંતુ એકંદરે આ મૅચ કરતાં એમાં જે એક ઘટના બની એની ખૂબ ચર્ચા છે.
વાત એવી છે કે આ મૅચ પહેલાં બન્ને દેશના ખેલાડીઓએ હાઇ-ફાઇવ (Hi five)ની સ્ટાઇલમાં એકમેકને મળીને સાથે મુકાબલો શરૂ કર્યો હતો. એ ઘટના ચોંકાવનારી કહેવાય, કારણકે એપ્રિલમાં કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ 26 હિન્દુ સહેલાણીઓની હત્યા કરવાનું જે હિચકારું કૃત્ય થયું હતું ત્યાર પછી બન્ને દેશ વચ્ચે ટૂંકું યુદ્ધ થયું હતું અને ત્યાર બાદ ભારતે (india) ક્રિકેટ મૅચોમાં (એશિયા કપમાં) પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ અપનાવી હતી.
આ પણ વાંચો :IND vs PAK Women’s Match: મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો? વીડિયો વાયરલ થતા વિવાદ
Before #PAKvIND at Sultan Johor Hockey Cup, India's junior hockey team greeted Pakistan players with grace. A lesson for @BCCI & @ICC. What the Indian cricket team did under ICC umbrella broke the spirit of sport & is evidence of planned theatrics shamed the game. @MohsinnaqviC42 pic.twitter.com/si7de6wtPt
— Maham Fazal (@MahamFazal_) October 14, 2025
આ પણ વાંચો : IND VS PAK: મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યાએ કોને હેન્ડશેક કર્યું, જુઓ વીડિયો
તાજેતરમાં કોલંબોમાં મહિલાઓના વન-ડે વર્લ્ડ કપની મૅચમાં પણ ભારતીય મહિલા ખેલાડીઓએ પાકિસ્તાની (Pakistan) ટીમની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ફૂટબૉલની અન્ડર-17 મૅચમાં પણ ભારતીય ખેલાડીઓએ આવું જ વલણ અપનાવ્યું હતું.
હાથ ન મિલાવવાના ભારતના અભિગમ બદલ પાકિસ્તાન ખૂબ ગુસ્સે થયું હતું. જોકે ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે અને એમાં હજી પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું વલણ ભારત કદાચ ચાલુ રાખશે, પરંતુ હૉકીમાં પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાઇ-ફાઇવની સ્ટાઇલમાં એકબીજાને શુભેચ્છા આપવામાં આવતાં પરિસ્થિતિમાં થોડો ફેરફાર આવ્યો છે.