ભારત-પાકિસ્તાન જંગ દરમ્યાન લાખો જીવડાઓનું આક્રમણ

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવારની મહિલા વન-ડે વર્લ્ડ કપની મૅચ દરમ્યાન વિચિત્ર ઘટના બની હતી. અચાનક લાખો જીવડાઓનું (bugs) આક્રમણ થતાં રમત થોડા સમય માટે અટકાવવી પડી હતી.
આ મૅચ કોલંબો (colombo)ના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ અને એમાં પાકિસ્તાની બોલર નસરા સંધુ તેમ જ બીજી પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર અચાનક ધસી આવેલા ઝીણા તીડ જેવા જીવડાઓ વિશે અમ્પાયરને ફરિયાદ કરી ત્યારથી રમત અટકી હતી.
આપણ વાંચો: હિલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર આટલા રૂપિયા, આ સેલિબ્રિટી ઓપનિંગમાં પર્ફોર્મ કરશે
પાકિસ્તાનની એક ફીલ્ડર બગ સ્પ્રે છાંટી રહી હતી ત્યારે તમામ પાકિસ્તાની ખેલાડીઓ એકબીજાને મળી હતી અને રમત સંપૂર્ણપણે અટકી ગઈ હતી. કેપ્ટન ફાતિમા સનાએ સ્પ્રેની બૉટલ પોતાની પાસે લઈને જીવડાઓને પોતાનાથી દૂર રાખવા છાંટ્યું હતું.
ભારતની બંને બૅટર જેમાઈમા રૉડ્રિગ્સ અને હર્લિન દેઓલ પણ જીવડાઓથી ત્રાસી ગઈ હતી.
આપણ વાંચો: વન-ડે વર્લ્ડકપ અગાઉ ભારતીય મહિલા ટીમ શ્રીલંકામાં રમશે ત્રિકોણીય સીરિઝ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ દરમ્યાન બગ બ્રેક સામાન્ય ઘટના ન કહેવાય, પરંતુ કોલંબોમાં વાતાવરણ જે પ્રકારનું હોય છે એમાં ફૂડ સ્ટોલની નજીક આવા જીવડાઓ લાખોની સંખ્યામાં ધસી આવે એ સાધારણ ઘટના કહેવાય છે.
જીવડાઓના આક્રમણ વખતે ભારતની બૅટર જેમાઇમા 28 રને અને દીપ્તિ શર્મા બે રને રમી રહી હતી. બગ બ્રેકના વિઘ્ન બાદ થોડી જ વારમાં જેમાઈમા આઉટ થઈ ગઈ હતી.