
મસ્કત: ઓમાનના પાટનગરમાં મહિલાઓની એફઆઇએચ હૉકી-ફાઇવ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે જેમાં ભારતીય ટીમ શનિવારે સાઉથ આફ્રિકાને 6-3થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
સેમિ ફાઇનલમાં ભારત વતી અક્ષતા ધેકાળે, મારિયાના કુજુર, મુમતાઝ ખાન, રુતુજા પિસાલ, જ્યોતિ છેત્રી અને અજિમા કુજુરે એક-એક ગોલ કર્યો હતો.
હવે ભારત રવિવારની ફાઇનલમાં નેધરલૅન્ડ્સ સામે રમશે. ડચ ટીમે સેમિ ફાઇનલમાં પોલૅન્ડને 3-1થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
દરમ્યાન, ભારતની પીઢ હૉકી ખેલાડી દીપ ગ્રેસ એક્કાએ ઇન્ટરનૅશનલ હૉકીમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. ઓડિશાની 29 વર્ષની દીપે 2011થી 2023 સુધીની કરીઅર દરમ્યાન બે ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.