ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં એન્ટ્રી, પણ સોશિયલ મીડિયા પર છવાયો માહી…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ એમ. એસ. ધોની (Team India Captain Cool MS Dhoni)એ ભલે ક્રિકેટથી દૂર રહેતો હોય પણ તેમ છતાં તે અવારનવાર ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પહોંચીને ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા તો બીજી બાજું ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ નવા હેરકટના ફોટો શેર કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
વાત જાણે એમ છે કે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમ કે જે રજનીકાંત, અર્જુન કપૂર અને હની સિંહના પણ હેર સ્ટાઈલિસ્ટ છે તેણે સોશિયલ મીડિયા પર ધોનીના નવા હેરકટનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને ફેન્સના દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે અને ફેન્સ પણ ધોનીના આ ફોટો પર ફાયરનું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ડ્રેસિંગ રૂમમાં અચાનક Rohit Sharma કેમ રડી પડ્યો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આલિમ હકીમે ચાર ફોટો શેર કર્યા છે, જેમાં એમએસ ધોનીની હેરસ્ટાઈલ પહેલાં કરતાં ખૂબ જ અલગ લાગી રહી છે. આ ફોટો શેર કરવાની સાથે આલિમે કેપ્શનમાં લખ્યું છે કે આપણા યંગ, ડાયનેમિક અને હેન્ડસમ મહેન્દ્ર સિંહ ધોની, થાલાના હેર કટ કરવા અને સ્ટાઈલ કરવા એ એક પ્યોર જોય છે. એટલું જ નહીં પણ તેઓ હંમેશા એટલા હમ્બલ હોય છે કે મને પોતાના ફોટો ક્લિક કરવા પણ આપે છે.
આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા બાદથી જ ફેન્સે તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરવાનો શરૂ કરી દીધું છે. એક યુઝરે થાલાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે થાલાની ઉંમર રિવર્સમાં જઈ રહી છે તો બીજા એક યુઝરે લખ્યું કે ભાઈની ઉંમર ફાઈન વાઈન જેવી છે. વળી બીજા એક યુઝરે લખ્યું છે કે ઈન્ટરનેટ ક્રેશ થઈ ગયું છે આ ફોટોને કારણે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.