નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે એટલે કે 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. બંને ટીમો એકબીજાની વ્યૂહરચનાને ભેદવા માટે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકોને જીતની પૂરી આશા છે.
વર્લ્ડ કપની યજમાનીથી ભારતીય અર્થતંત્રને પણ ફાયદો થશે એવી આશા રાખવામાં આવે છે. વર્લ્ડ કપ 12 વર્ષ બાદ ભારતમાં પરત ફર્યો છે. તે જ સમયે, આ પ્રથમ વખત છે જ્યારે ભારત એકલા વિશ્વ કપનું આયોજન કરી રહ્યું છે.
રમતપ્રેમીઓ માટે વર્લ્ડ કપ કોઈ તહેવારથી ઓછો નથી. સાથે જ ભારતીય અર્થતંત્રને પણ વર્લ્ડ કપની યજમાનીનો ફાયદો થશે. એક અભ્યાસ મુજબ વર્લ્ડ કપની યજમાનીથી એવિએશન ઇન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટી સેક્ટર, હોટેલ્સ, ફૂડ ઇન્ડસ્ટ્રી, ડિલિવરી સર્વિસને ફાયદો થશે.
એક જાણીતી ભારતીય બેંકના રિપોર્ટ અનુસાર, વર્લ્ડ કપ 2023ની યજમાનીથી ભારતના જીડીપીને રૂ. 22,000 કરોડનું બૂસ્ટ મળશે. ટિકિટના વેચાણથી 1,600 થી 2,200 કરોડની કમાણી થઈ શકે છે. પ્રાયોજક ટીવી અધિકારોથી 10,500 થી 12,000 કરોડની કમાણી થશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી 10 ટીમોના પ્રવાસ ખર્ચમાંથી 150 થી 250 કરોડ રૂપિયા કમાઈ શકે છે. રિપોર્ટ અનુસાર વિદેશી પ્રવાસીઓ પાસેથી 450 થી 600 કરોડ રૂપિયાની કમાણી થશે. સાથે જ સ્થાનિક પ્રવાસનથી 150 કરોડથી 250 કરોડ રૂપિયાની કમાણી થશે.
વિશ્વ કપ 2023થી ગીગ વર્કર્સ (કોન્ટ્રાક્ટ વર્કર્સ)ને પણ પ્રોત્સાહન મળશે. રિપોર્ટ અનુસાર 750 કરોડથી 1000 કરોડ રૂપિયાનું બૂસ્ટ મળી શકે છે. તે જ સમયે, મર્ચેન્ડાઇઝને રૂ. 1,00-2,00 કરોડનું બૂસ્ટ મળશે, દર્શકોના ખર્ચને રૂ. 300 કરોડથી રૂ. 500 કરોડ અને સ્ક્રીનિંગ અને ફૂડ ડિલિવરી બિઝનેસને રૂ. 4,000 કરોડથી રૂ. 5,000 કરોડનું પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં ભારતે વર્લ્ડ કપની યજમાની કરી હતી. ત્યારબાદ ભારતે શ્રીલંકા અને બાંગલાદેશ સાથે સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને