સ્પોર્ટસ

હૉકીમાં ભારત તોતિંગ તફાવતથી જીતીને સેમિમાં પહોંચ્યું, જાણો કોની સામે કેટલા ગોલથી જીત્યું…

હુલનબુઇર (ચીન): ભારતીય મેન્સ હૉકી ટીમે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રાજકુમાર પાલ નામના યુવાન ખેલાડીના હૅટ-ટ્રિક ગોલની મદદથી હૅટ-ટ્રિક વિજય મેળવ્યો છે.

બુધવારે અહીં ભારત અને મલેશિયા વચ્ચે રાઉન્ડ-રૉબિન ફૉર્મેટની મૅચ રમાઈ હતી જેમાં ભારતે મલેશિયાને 8-1થી પરાજિત કર્યું હતું.

ભારત આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને પહેલી ત્રણેય મૅચ જીતી ચૂક્યું છે. હવે સેમિ ફાઇનલમાં પહોંચેલું ભારત ફરી એકવાર ટાઇટલ જીતી શકે એમ છે.

ભારત વતી રાજ કુમારે (ત્રીજી, પચીસમી, 33મી મિનિટમાં) ત્રણ ગોલ કર્યા હતા, જ્યારે અરાઇજીત હુંડલ (છઠ્ઠી, 39મી મિનિટમાં)એ બે ગોલ કર્યા હતા. એક-એક ગોલ જુગરાજ સિંહે (સાતમી મિનિટ), કૅપ્ટન હરમનપ્રીત સિંહે (બાવીસમી મિનિટમાં) અને ઉત્તમ સિંહે (40મી મિનિટમાં) કર્યો હતો.

આ પણ વાંચો : વર્લ્ડ ચૅમ્પિયન બનેલા બે દેશની ટીમ વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગમાં હારી ગઈ!

મલેશિયા વતી એકમાત્ર ગોલ અકીમુલ્લા અનુઆરે 34મી મિનિટમાં કર્યો હતો.

ભારત ત્રણેય મુકાબલાના વિજય બાદ કુલ નવ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે. મલેશિયાને કચડી નાખતાં પહેલાં ભારતે ચીનને 3-0થી અને જાપાનને 5-1થી હરાવ્યું હતું.

કુલ છ ટીમ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે અને ટોચની ચાર ટીમ 16 સપ્ટેમ્બરની સેમિ ફાઇનલમાં જશે.
પાકિસ્તાને જાપાનને 2-1થી હરાવીને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી હતી

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે