એશિયા કપ હૉકીમાં ભારત હજી અપરાજિત, હવે મલયેશિયાને…

રાજગીર (બિહાર): મેન્સ એશિયા કપ હૉકી (Hockey)માં ભારતે (India) ગુરુવારે મલયેશિયાને 4-1થી પરાજિત કરીને આ સ્પર્ધામાં અપરાજિત તરીકેની પ્રતિભા જાળવી રાખી હતી.
સુપર-ફોર રાઉન્ડમાં ભારત વતી મનદીપ સિંહ (17મી મિનિટ), સુખજિત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ રાઉન્ડમાં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે.
આ પણ વાંચો… હૉકીમાં ભારતે કઝાખસ્તાનને 15-0થી કચડ્યું, પણ હવે મોટા પડકારો ઝીલવા પડશે
મલયેશિયા (MALAYSIA)ની ટીમે મૅચની બીજી જ મિનિટમાં ગોલ કરીને 1-0થી સરસાઈ લીધી હતી, પરંતુ ભારતે થોડી વાર બાદ બે મિનિટમાં બે ગોલ કરીને 2-1થી લીડ મેળવી હતી. પછીથી લાકરા અને પ્રસાદે એક-એક ગોલ કર્યો હતો.
હવે ભારતનો શનિવારે ચીન સામે સુપર-ફોરની અંતિમ મૅચમાં મુકાબલો થશે. ભારત લીગ રાઉન્ડમાં ત્રણેય મૅચ જીત્યું હતું, અને બુધવારે સુપર-ફોરની પ્રથમ મૅચ ભારતે 2-2થી ડ્રૉ કરાવી હતી.