બેન્ગલૂરુ: વૉટ અ મૅચ! પૈસા વસૂલ મુકાબલો. ભારત અને અફઘાનિસ્તાનની ટી-20 સિરીઝની પ્રથમ બે મૅચ ઑલમોસ્ટ વન-સાઇડેડ રહ્યા બાદ બુધવારે છેલ્લી ઔપચારિક મૅચ અત્યંત રોમાંચક અને બરાબરીની રહી હતી. ભારતે રોહિત શર્મા (અણનમ 121 રન, 69 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર) અને રિન્કુ સિંહ (69 અણનમ, 39 બૉલ, છ સિક્સર, બે ફોર)ની જોડીની મદદથી રનોત્સવ માણ્યો અને ચાર વિકેટે 212 રન બનાવ્યા તો અફઘાનિસ્તાને છ વિકેટે 212 રન બનાવીને ભારતને જોરદાર ટક્કર આપી હતી. મૅચ બે વખત સુપર ઓવરમાં ગઈ હતી. બેન્ગલૂરુના ક્રાઉડને એક ટિકિટના પૈસામાં ત્રણ મૅચ જોવા મળી હતી!
એ પહેલાં, રોહિત-રિન્કુ વચ્ચે પાંચમી વિકેટ માટે 95 બૉલમાં 190 રનની અતૂટ અને વિક્રમજનક ભાગીદારી થઈ હતી. રોહિત ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાંચમી સેન્ચુરી ફટકારનારો વિશ્ર્વનો પહેલો ખેલાડી બન્યો હતો. બીજા નંબરે સૂર્યા અને મૅક્સવેલની ચાર-ચાર સદી છે. ભારતે 213 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યા પછી અફઘાનના ગુરબાઝ (50 રન, 32 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાન (50 રન, 41 બૉલ, એક સિક્સર, ચાર ફોર) તેમ જ મોહમ્મદ નબી (34 રન, 16 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને ગુલબદિન નૈબ (પંચાવન રન, 23 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)એ ભારતીયોના શ્ર્વાસ અદ્ધર કરી નાખ્યા હતા. વૉશિંગ્ટન સુંદરે ત્રણ અને કુલદીપ-આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. મુકેશકુમારની 20મી ઓવરમાં ભારતે 18 રન ડિફેન્ડ કરવાના હતા જે ન થઈ શક્યા અને મૅચ ઘણા વખતે સુપર ઓવરમાં ગઈ હતી.
અફઘાનના બૅટર્સે મુકેશ કુમારની એ ઓવરમાં એક્સ્ટ્રા રનના વિવાદ વચ્ચે એક વિકેટે 16 રન બનાવ્યા હતા. અઝમતુલ્લાની ઓવરમાં રોહિત બે સિક્સર બાદ આશ્ર્ચર્ય વચ્ચે રિટાયર્ડ આઉટ થયો હતો, હસતાં ડગ-આઉટમાં ગયો હતો અને પછી સામે છેડે રિન્કુ હતો ત્યારે યશસ્વી એક જ રન લઈ શકતા એકવિકેટે 16 રન બનતાં મૅચ ઐતિહાસિક બીજી સુપર ઓવરમાં ગઈ હતી. ફરીદની એ ઓવરમાં સુપરસ્ટાર બૅટર રોહિતે 6 અને 4 પછી સિંગલ લેતાં 11 રન બન્યા હતા. રિન્કુ આઉટ થયા બાદ સૅમસન મેદાન પર આવ્યો હતો, પણ રોહિત રનઆઉટ થતાં પ્રવાસી ટીમને જીતવા 12 રન મળ્યા હતા.
નવાઈ પમાડનારા નિર્ણયમાં બિશ્ર્નોઈને ઓવર અપાઈ હતી અને તેનીએ ઓવરના પ્રથમ બૉલમાં રિન્કુના હાથમાં નબી કૅચઆઉટ થયા પછી એક રન પછી ગુર્બાઝ પણ બિશ્ર્નોઈના બૉલમાં રિન્કુના બૉલમાં કૅચઆઉટ થતાં 1/2ના સ્કોર સાથે ભારતે વિજય મેળવીને 3-0થી ક્લીન સ્વીપ કરીહતી. ભારતે સૅમસન, કુલદીપ અને આવેશ ખાનને અર્શદીપ, અક્ષર, જિતેશના સ્થાને ટીમમાં સમાવ્યા હતા.
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે…
Discover the 6 lucky signs on your palm that reveal hidden aspects of your destiny, wealth, success, and fortune in life. Explore palmistry insights now!