વિશ્વ ક્રિકેટમાં અફઘાનિસ્તાનના સફળતા પાછળ ભારત અને BCCIનો મહત્વનો ફાળો, જાણો કઈ રીતે
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024ના સેમીફાઈનલમાં પ્રવેશ કરીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે(Afghanistan Cricket team)એ ઈતિહાસ રચી દીધો છે, અફઘાનિસ્તાનની ટીમની સિદ્ધીને ક્રિકેટ વિશ્વમાં બિરદાવવાના આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સતત બહેતર બની રહ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા પાછળ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)નો ફાળો રહ્યો છે.
અફઘાનિસ્તાન વર્ષ 2017માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું સંપૂર્ણ સભ્ય બન્યું હતું અને 2024માં ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ (T20)ની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ICCની મોટાભાગની મહત્વની ઈવેન્ટ્સમાં અંડરડોગ્સ તરીકે ગણાતી, અફઘાનિસ્તાને આ T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમોને હરાવી છે, ભારત અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અફઘાનિસ્તાન ક્રિકેટને આગળ લઇ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ: પહેલી વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં
ભારતમાં હોમ ગ્રાઉન્ડ:
સૌપ્રથમ 2015માં ગ્રેટર નોઈડામાં આવેલું શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અફઘાનિસ્તાન માટે અસ્થાયી “હોમ ગ્રાઉન્ડ” બન્યું, જે BCCI દ્વારા ફાળવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાને શારજાહથી નોઈડામાં પોતાનું બેઝ શિફ્ટ કર્યું અને 2017માં ગ્રેટર નોઈડામાં આયર્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી. ગ્રેટર નોઈડા ઉપરાંત અફઘાનિસ્તાન દેહરાદૂનમાં બાંગ્લાદેશ સામેની ટ્વેન્ટી20 સિરીઝની યજમાની પણ કરી હતી.
ભારતીય કોચનું માર્ગદર્શન:
ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ લાલચંદ રાજપૂત, મનોજ પ્રભાકર અને અજય જાડેજા અગાઉ અફઘાનિસ્તાન ટીમને કોચિંગ આપી ચુક્યા છે. તાજેતરમાં ODI વર્લ્ડ કપ 2023માં જાડેજા તેમના માર્ગદર્શક હતા.
BCCIએ અફઘાનિસ્તાનના તત્કાલિન પ્રમુખ અશરફ ગનીને બે રાષ્ટ્રો અને ટીમો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના હેતુ સર બેંગલુરુમાં ટીમની પ્રથમ ટેસ્ટ મેચ જોવા માટે આમંત્રિત કર્યા હતા.
IPL ની ભૂમિકા:
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)એ અફઘાનિસ્તાનના ખેલાડીઓની સફળતામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. અફઘાનિસ્તાનના ઘણા ખેલાડીઓ T20 લીગમાં રમે છે, જેમાં તેમને તેમની રમત સુધારવાની પુરતી તક મળી છે આ ઉપરાંત સારો પગાર મેળવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, IPLમાં અફઘાન ખેલાડીઓની ભાગીદારીમાં ભારે વધારો થયો છે અને આ સંખ્યા વધે એવી શક્યતા છે.