ભારત કાનપુરમાં રમ્યા વગર જ સિરીઝ જીતી શકે, જાણો કેવી રીતે…

કાનપુર: ભારતે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીના પ્રથમ મુકાબલામાં આસાનીથી હરાવી દીધું અને હવે બીજા મુકાબલામાં પણ હરાવીને સિરીઝ 2-0થી જીતી શકે એમ છે, પરંતુ કાનપુરમાં વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે આ મૅચ રમાશે કે કેમ એમાં જ શંકા છે. ગ્રીન પાર્કની પિચને અને આઉટફીલ્ડને કવરથી ઢાંકી દેવામાં આવ્યા છે. જો આ મૅચ નહીં રમાય તો ભારતે 1-0થી સિરીઝ જીતી લીધી કહેવાશે.
સમયપત્રક મુજબ કાનપુરમાં શુક્રવારે સવારે 9.30 વાગ્યે ટેસ્ટ શરૂ કરવામાં આવશે, પરંતુ વેધશાળાના અહેવાલ મુજબ શુક્રવાર અને શનિવાર (ટેસ્ટના પ્રથમ બે દિવસે) મુશળધાર વરસાદ પડવાની આગાહી છે. ગુરુવારે આકાશમાં કાળા વાદળો છવાયા કે તરત જ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનને કવરથી ઢાંકી દેવા દોડ્યા હતા.
Heavy rains lash Kanpur! Groundsmen are getting the Green Park covered. @sportstarweb pic.twitter.com/iuPiqPSVtl
— Shayan Acharya (@ShayanAcharya) September 26, 2024
આ પણ વાંચો : કાનપુર ટેસ્ટ પહેલા બાંગ્લાદેશના આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી
હાલત એવી છે કે દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિયેશન (ડીડીસીએ) પાસેથી વધુ કવર મંગાવવામાં પડ્યા હતા.
શુક્રવારે ટેસ્ટના પહેલા દિવસે વરસાદ પડવાની 93 ટકા, બીજા દિવસે 80 ટકા સંભાવના બતાવવામાં આવી હતી. ખાસ કરીને ચોથા તથા પાંચમા દિવસે આકાશ સાફ રહેશે એવું પણ અનુમાન છે. જોકે ત્રીજા દિવસે પણ વરસાદ પડવાની શક્યતા હોવાથી મેદાનને સાફ બનાવવું ગ્રાઉન્ડ્સમેન માટે મોટી કસોટી બની જશે.
કાનપુરમાં ભારત કુલ 23 ટેસ્ટ રમ્યું છે જેમાંથી સાત જીત્યું છે, ત્રણ હાર્યું છે અને બાકીની 13 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.