ટીમ ઈન્ડિયાને બાંગલાદેશ સામેની મેચ પહેલા એક આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં કીવી ટીમનો દબદબો રહ્યો હતો અને તેણે આ વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવી દીધી છે. આ સાથે ન્યુઝીલેન્ડે ભારતને પછાડીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ન્યૂઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને હતી. પરંતુ કીવી ટીમે અફઘાનિસ્તાનને 149 રનના વિશાળ અંતરથી હરાવીને નંબર-1 પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. ચાર મેચમાં સતત 4 જીત સાથે ન્યૂઝીલેન્ડના 8 પોઈન્ટ્સનો ફાયદો થયો છે, જ્યારે તેનો નેટ રન રેટ પણ ભારત અને અન્ય ટીમો કરતા સારો છે.
પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડવા માટે ભારતે બાંગલાદેશને નોંધપાત્ર માર્જીનથી હરાવવું પણ પડશે અને નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે. ટીમ ઈન્ડિયા હાલ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.
ચેન્નાઈમાં રમાયેલી મેચની વાત કરીએ તો છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને સનસનાટી મચાવનાર અફઘાનિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમ સામે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તેમની ફિલ્ડીંગ પણ કંગાળ રહી હતી. તેમણે ઘણા કેચ છોડ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 288 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાન ટીમ માત્ર 139 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર બાદ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને સરકી ગઈ છે.
એક પ્રેષક તરીકે અને ક્રિકેટના ચાહક તરીકે આપણે તો 22 ઓક્ટોબરની જ રાહ જોઈએ અને ઇચ્છીએ કે ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે આવે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ