Champions Trophy 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Champions Trophy 2025: આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે, શું વરસાદ બનશે વિલન?

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની (champions trophy) શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મેચમાં ન્યૂ ઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) પ્લેઇંગ ઇલેવનમાં કોને મોકો આપશે તેના પર નજર રહેશે. ચૅમ્પિયન્સ ટ્રોફીના વર્તમાન સ્વરૂપને કારણે, દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે અને એક પણ હાર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો રસ્તો બતાવી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ (team india) શાનદાર જીત સાથે શરૂઆત કરે તેવી અપેક્ષા છે. તેમ છતાં, આ મેચ 23 ફેબ્રુઆરીએ યોજાનારી મેચની તૈયારી તરીકે કામ કરશે. ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન (India vs Pakistan) સામે ટકરાશે. સમગ્ર વિશ્વની નજર આ મહા મુકાબલા પર પણ છે.

ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં જોરદાર વાપસી કરી હતી. ટીમ ઇન્ડિયાએ આ શ્રેણીમાં ક્રિકેટની બરાબર એ જ શૈલી રમી હતી, જે તેમને 2023 ના વર્લ્ડ કપની ફાઇનલમાં લઈ ગઈ હતી. રોહિતની કપ્તાની હેઠળ ટીમ આવો જ દેખાવ ચાલુ રાખવા માંગશે અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ચમત્કાર કરવા માંગશે.

Also read: ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…

વરસાદ બગાડી શકે છે મજા?

આજની મેચમાં દુબઈના હવામાન પર પણ નજર રહેશે. આ મેચમાં વરસાદ મજા બગાડી શકે છે. મંગળવારે દુબઈમાં વરસાદ પડ્યો હતો અને ગુરુવારે પણ વરસાદની આગાહી છે. જો આવું થશે તો ભારત કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે તે જોવું રસપ્રદ રહેશે. મોહમ્મદ શમી સાથે બીજા ઝડપી બોલર તરીકે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા વચ્ચે સ્પર્ધા થશે. અક્ષર પટેલને રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સાથે પ્રથમ મેચમાં સ્થાન મળવું નિશ્ચિત છે.

https://twitter.com/BCCI/status/1892280520551092518

બાંગ્લાદેશ હાર બાદ વાપસી કરી શકશે?

બાંગ્લાદેશમાં તાજેતરના મહિનાઓમાં ઉથલપાથલ થઈ હતી, તેવી જ રીતે બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ માટે પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. બોલિંગ એક્શન અયોગ્ય હોવાનું જણાતાં શકિબ અલ હસનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જ્યારે તમીમ ઈકબાલ દ્વારા તેને ટીમમાં પરત ફરવા માટે મનાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. બાંગ્લાદેશે તેની છેલ્લી વનડે શ્રેણી ડિસેમ્બર 2024માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી પરંતુ તેને 0-3 થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button