ભારત સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ઑલરાઉન્ડર થયો બહાર…
ભારત સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં કાંગારુ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાનો ઑલરાઉન્ડર કેમરૂન ગ્રીન ભારત સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં બહાર થઈ ગયો છે. પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર સર્જરીના કારણે ગ્રીન ભારત સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝમાંથી બહર થઈ ગયો છે. 25 વર્ષીય ઓલરાઉન્ડરને ભૂતકાળામાં ચાર વખત તેની પીઠમાં સ્ટ્રેસ ફેક્ચર થયું છે. પરંતુ 2019થી આવી કોઈ સમસ્યા થઈ નહોતી.
ગ્રીનને ક્યારે ઈજા થઈ હતી
ઈંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝ પહેલાં ગ્રીનને પીઠના નીચલા હિસ્સામાં ઈજા સામે આવી હતી. જે બાદથી ભારત સામેની ટેસ્ટ મેચમાં તેની ઉપલબ્ધતાને લઈ અટકળો લગાવવામાં આવતી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગત સપ્તાહે પુષ્ટિ કરી હતી કે ગ્રીન ન્યૂઝીલેન્ડના નિષ્ણાતો પાસે સર્જરી કરાવવાનું વિચારી રહ્યો છે. આ નિષ્ણાતે પહેલા શેન બૉન્ડ અને જેમ્સ પેટિંસન સહિત ઘણા ફાસ્ટ બોલરને આ સમસ્યમાંથી બહાર આવવામાં મદદ કરી છે. સર્જરીના વિકલ્પ તરીકે તેને રિહેબમાંથી પસાર થવું પડત અને ભારત સીરિઝમાં મર્યાદીત બોલિંગ કરવી પડત. ગ્રીનની હાલત જટિલ છે અને સર્જરી કરાવવાનો ફેંસલો તેઓ લાંબા સમય સુધી બોલિંગ કરી શકે તે હેતુથી કરવામાં આવ્યો છે.
પ્રવક્તાએ કહી આ વાત
ટીમના પ્રવક્તાએ જણાવ્યું, જ્યારે ફાસ્ટ બોલરને સ્ટ્રેસ ફ્રેક્ચર અસાધારણ નથી. તેને અન્ય એક સમસ્યા પણ છે, જેના માટે આ ઈજા કારણભૂત છે. રિકવરીમાં આશરે છ મહિના લાગવાનો અંદાજ છે. સર્જરી કરાવવાનો ફેંસલો કેમરૂનના ઑલરાઉન્ડર તરીતે લાંબા ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ગ્રીનનું બહાર થવું ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો
આ ઈજા ઑસ્ટ્રેલિયાની ભારતન 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં હરાવવાની આશાને મોટો ફટકો સમાન માનવામાં આવે છે. ભારતે 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયાને હવાયું હતું.
કેમરૂન ગ્રીનની કેવી છે ટેસ્ટ કરિયર
25 વર્ષીય કેમરૂન ગ્રીને ઓસ્ટ્રેલિયા તરફથી 28 ટેસ્ટમાં 1377 રન બનાવ્યા છે. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 174 રન છે. ટેસ્ટમાં તેણે 35 વિકેટ લીધી છે. બોલિંગમાં શ્રેષ્ઠ દેખાવ 27 રનમાં 5 વિકેટ છે.