સ્પોર્ટસ

ભારત અને દ. આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં આવ્યું વિઘ્ન, કોણે કર્યો ચમત્કાર અને ધબડકો?

સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટ મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય સફળ રહ્યો હતો. ટવેન્ટી-ટવેન્ટી અને વન-ડેમાં રમાયેલી મેચની સિરીઝ પછી આજથી શરુ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ સહિત મોટા ભાગના ધુરંધર બેટર આક્રમક રમત રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તબક્કાવાર વિકેટો ગુમાવ્યા પછી એકલા કેએલ રાહુલે બાજી સંભાળી હતી. ખરાબ હવામાનને કારણે આજે પહેલા દિવસે 59 ઓવર રમાઈ હતી, જેમાં ભારતે આઠ વિકેટ 208 રન કરી શક્યું હતું.

ભારતીય ટીમને સસ્તામાં ઘરભેગી કરવા માટે દક્ષિણ આફ્રિકાના બોલર રબાડાએ ખાસ તો ઘાતક બોલિંગ કરી હતી, જેમાં કસિંગો રબાડાએ પાંચ વિકેટ લીધી હતી. રબાડાએ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન વગેરે મહત્ત્વના બેટરની વિકેટ ઝડપી હતી.


ભારતના સિનિયર બેટસમેનોને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં એક પણ કમાલ કરી શક્યા નહોતા. તબક્કાવાર ટીમ ઈન્ડિયાએ વિકેટ ગુમાવી હતી, જેમાં 13 રનના સ્કોરે રોહિત શર્મા પાંચ રનના સ્કોરે આઉટ થયો હતો, ત્યારબાદ બીજી વિકેટ યશસ્વી જયસ્વાલની 23 અને શુભમન ગિલની 24 રને પડી હતી.


યશસ્વી જયસ્વાલે 17 અને ગિલે બે રન જ બનાવી શક્યા હતા. ચોથી વિકેટ શ્રેયસ અય્યરની 27મી ઓવરમાં 92 રને પડી હતી. પાંચમી વિકેટ વિરાટ કોહલીની 31મી ઓવરે 107 રને પડી હતી. વિરાટ કોહલીએ 64 બોલમાં 38 અને શ્રેયસ અય્યરે પચાસ બોલમાં 31 રન કર્યા હતા. બાકી રવિચંદ્રન અશ્વિન આઠ, જસપ્રીત બુમરાહ એક રને આઉટ થયો હતો.


35મી ઓવરે 121 રને ભારતે છઠ્ઠી વિકેટ અશ્વિનના સ્વરુપે ગુમાવી હતી, ત્યારબાદ 164 રને (સાતમી) શાર્દુલ ઠાકુર અને 191 રને બુમરાહની (આઠમી) વિકેટ પડી હતી. વરસાદના વિઘ્નને કારણે કેએલ રાહુલ 105 બોલમાં 70 રન બનાવ્યા હતા, જ્યારે મહોમ્મદ સિરાજ 10 બોલે શૂન્ય રને રમતમાં હતા.


આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બુવામાં ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે ટીમ ઈન્ડિયા વતીથી ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેબ્યૂ કરવાની તક મળી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. તે અત્યાર સુધી ભારત માટે ટી-20 અને વન-ડેમાં રમ્યો છે. મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પ્રસિદ્ધ કૃષ્ણાને ટેસ્ટ કેપ આપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત તરફથી અત્યાર સુધી 17 વન-ડે મેચમાં 29 વિકેટ ઝડપી છે. પાંચ ટી-20 મેચમાં તેણે આઠ વિકેટ ઝડપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…