ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી ઐતિહાસીક અડાલજ વાવની બંને ટીમના કેપ્ટને મુલાકાત લીધી હતી અને બંને કેપ્ટને વાવ પર સાથે ફોટો શૂટ કરાવ્યો હતો. જેના પગલે આસપાસના લોકો ખેલાડીઓને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કિમન્સે અડાલજની વાવની મુલાકાત લીધી હતી. અહીં બન્ને ટીમના કેપ્ટને અડાલજની વાવ જોવાનો આનંદ માણ્યો હતો અને ફોટોશૂટ કરાવ્યું હતું. અડાલજની વાવ ખાતે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. રોહિતના આગમનની સાથે અહીં હાજર ચાહકોએ ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવ્યા હતા. રોહિતની એક ઝલક જોવા માટે ચાહકોએ ઘણી રાહ જોઈ હતી. ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમુના સમાન આ અડાલજની વાવને જોઈને પેટ કિમન્સ અભિભૂત થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રવિવારે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમદાવાદીઓમાં તો ક્રિકેટનો ક્રેઝ અલગ જ લેવલે પહોંચી ગયો છે. અમદાવાદમાં કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ૫૦૦ ફૂટના રાષ્ટ્રઘ્વજ સાથે રેલી કાઢી ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી હતી. ઉ