બીજી વન-ડે મેચમાં ૨૧૧ રનમાં ભારત ઓલઆઉટ
રિંકૂ સિંહ અને સંજૂ સેમસન નિષ્ફળ
ગકેબેરહા: બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા ૨૧૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત ૪૬.૨ ઓવરમાં ૨૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ ૬૨ રન કર્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે ૫૬ રનની ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે ૧૮ રન કર્યા હતા. રિંકુ સિંહ પોતાની ડેબ્યૂ વનડેમાં માત્ર ૧૭ રન જ કરી શક્યો હતો. સંજૂ સેમસન ૧૦, તિલક વર્મા ૧૦ રન કરીને આઉટ થયા હતા. અવેશ ખાન નવ, અક્ષર પટેલ સાત, ઋતુરાજ ગાયકવાડે ચાર અને કુલદીપ યાદવ એક રન કરી શક્યા હતા. સંજૂ સેમસનને પ્રથમ વનડેમાં બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ બીજી મેચમાં તેના માટે સારું પ્લેટફોર્મ હતું, પરંતુ તે આ તકનો ફાયદો ઉઠાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં તેણે ૨૩ બોલનો સામનો કરીને એક ફોરની મદદથી માત્ર ૧૨ રન જ કર્યા હતા. રિંકુ સિંહને ટી-૨૦માં સારુ પ્રદર્શન બાદ વન-ડેમાં તક અપાઇ હતી. તે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં ડેબ્યૂ કરી શક્યો ન હતો, પરંતુ શ્રેયસના ટીમની બહાર ગયા બાદ બીજી મેચમાં તેને વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ મેચમાં તેની શરૂઆત સારી રહી હતી, પરંતુ ૧૪ બોલમાં ૧ સિક્સ અને ૨ ફોરની મદદથી ૧૭ રન કરી આઉટ થયો હતો. આફ્રિકા તરફથી બર્ગરેને ત્રણ, બ્યુરેન હેન્ડ્રીક્સ અને કેશવ મહારાજને બે-બે સફળતા મળી હતી. વિલિય-મસન અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.