સ્પોર્ટસ

શનિવારે કર્ણાટકમાં ભારત-શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે ટી-20 મુકાબલો

બેન્ગલૂરુઃ શનિવાર, 8મી ફેબ્રુઆરીએ અહીંના વિમાની મથકથી 30 મિનિટ દૂર મુડેનહલી ખાતેના સત્ય સાઈ ગ્રામના મેદાન પર ભારત અને શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડીઓની ટી-20 મૅચ રમાશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર કરી

ગયા વખતે વન વર્લ્ડ વન ફૅમિલી કપ' તરીકે જાણીતી આ સ્પર્ધાની પ્રથમ સીઝનમાં સચિન તેન્ડુલકર અને યુવરાજ સિંહ સહિત ઘણા જાણીતા ખેલાડીઓ રમ્યા હતા, જ્યારે આ વખતે બીજી સીઝનમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓમાં ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, વેન્કટેશ પ્રસાદ, પીયૂષ ચાવલા, પાર્થિવ પટેલ, નમન ઓઝા, એસ. બદરીનાથ, સુનીલ જોશી, મનોજ તિવારી, ડોડા ગણેશ અને સ્ટુઅર્ટ બિન્નીનો સમાવેશ છે. શ્રીલંકન ખેલાડીઓમાં અરવિંદ ડિસિલ્વા, માર્વન અટાપટ્ટુ, મુથૈયા મુરલીધરન, રોમેશ કાલુવિથરણા, અસેલા ગુણરત્ને, અજંથા મેન્ડિસ, નુવાન જોયસા, ચામિન્ડા વાસ, ઉપુલ થરંગા વગેરે સામેલ છે. આ મૅચમાં ભારતની ટીમઇન્ડિયા વન વર્લ્ડ’ અને શ્રીલંકાની ટીમ `શ્રીલંકા વન વર્લ્ડ’ તરીકે ઓળખાશે.
આ મૅચનું એક જાણીતા બ્રૉડકાસ્ટર દ્વારા જીવંત પ્રસારણ પણ થવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button