IND-W vs AUS-W: દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં કરો યા મરોની મેચ રમી રહી છે. મહિલાઓની ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજી મેચમાં ભારતીય મહિલા ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે સચિન તેંડુલકર કલબમાં પોતાનું નામ નોંધાવ્યું છે. દીપ્તિ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં 5 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લિચફિલ્ડે ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ નવોદિત શ્રેયંકા પાટીલે તેમને 63 રન પર રોકી દીધા હતા. આ પછી દીપ્તિએ એલિસ પેરી, બેથ મૂની, તાલિયા મેકગ્રા, એનાબેલ સધરલેન્ડ અને જ્યોર્જિયા વેરહેમ જેવા મહત્વના ખેલાડીઓને પેવેલિયનમાં મોકલી આપ્યા હતા.
દીપ્તિ શર્મા આ શાનદાર બોલિંગથી સચિન તેંડુલકરની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તે 8મી ખેલાડી છે જેણે કાંગારૂ ટીમ સામે ODIમાં પાંચ વિકેટ લીધી હતી.. આ પહેલા સચિન તેંડુલકર, મુરલી કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, સચિન તેંડુલકર સહિત 7 દિગ્ગજ ખેલાડીઓ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. હવે દિપ્તી શર્મા પણ આ યાદીમાં સામેલ થઇ ગઇ છે.
દીપ્તિ શર્માએ માત્ર આ ODIમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પણ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિપ્તીએ મેચમાં 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 259 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીને જરૂર જીવંત રાખવા ઈચ્છશે.