સ્પોર્ટસ

Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા

શનિવારે 0 સાથે કરીઅરની શરૂઆત, રવિવારે બીજી મૅચમાં ફટકાર્યા 100 રન

હરારે: ભારતને રવિવારે ઝિમ્બાબ્વે સામે 100 રનના માર્જિનથી વિજય અપાવવામાં ઓપનર અભિષેક શર્મા (100 રન, 47 બૉલ, 61 મિનિટ, આઠ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. શનિવારે ભારત વતી રમેલી કરીઅરની પહેલી મૅચમાં તે ઝીરો પર આઉટ થઈ ગયો હતો, પણ રવિવારે પહેલા 33 બૉલમાં 50 રન અને પછી 13 બૉલમાં બીજા 50 રન બનાવીને કુલ 46 બૉલમાં પ્રથમ ઇન્ટરનૅશનલ સેન્ચુરી પૂરી કરી હતી.

Ind vs Zim India win 2nd T20
Image Source: FirstSpot

અભિષેકને 27મા રને જીવતદાન મળ્યું હતું, પરંતુ તે અસ્સલ આઇપીએલની સ્ટાઇલમાં રમ્યો હતો.

આ પણ વાંચો: અભિષેકના 100 રન પછી ઝિમ્બાબ્વે 100 રનથી હાર્યું

મૅચ પછી અભિષેકે પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર સ્વીકારતી વખતે કહ્યું, ‘શનિવારની હાર પછીના આ પર્ફોર્મન્સથી હું બેહદ ખુશ છું. એ દિવસે અમે હારી ગયા એનો અફસોસ હજી પૂરો કરીએ ત્યાં તો બીજા જ દિવસે આ મૅચ રમાઈ અને એમાં મેં ટી-20ની સ્ટાઇલમાં પર્ફોર્મન્સ કરીને સદી ફટકારી. મારો કૅચ છૂટ્યો ત્યારે જ મને વિચાર આવ્યો હતો કે આ દિવસ તો મારો જ છે.’

વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં ભારતનો હેડ-કોચ છે. અભિષેકે કહ્યું કે ‘મારામાં વિશ્ર્વાસ જાળવી રાખવા બદલ હું કૅપ્ટન (ગિલ) અને કોચ (લક્ષ્મણ) તથા બીજા પ્રશિક્ષકોનો આભાર માનું છું. મને હંમેશાં મારી બૅટિંગ-તાકાત પર ભરોસો રહ્યો છે. રુતુ (ઋતુરાજ)નો પણ મને સારો સાથ મળ્યો. તેણે મારો ઉત્સાહ વધાર્યો હતો.’

આ પણ વાંચો: અભિષેકે આઇપીએલ સ્ટાઇલમાં રમીને ફટકારી સેન્ચુરી

અભિષેકે એક તબકકે માયર્સની 11મી ઓવરમાં 4, 6, 4, 6, 4ની અને માસાકાદ્ઝાની 14મી ઓવરમાં 6, 6, 6ની ફટકાબાજી કરી હતી.

ભારતના 234 રન ઝિમ્બાબ્વે સામેનો નવો હાઇએસ્ટ સ્કોર હતો. ભારતે 100 રનથી મેળવેલી જીત પણ ઝિમ્બાબ્વે સામેનો સૌથી ઊંચો વિજયી-માર્જિન છે.

અભિષેકે રવિવારે સિક્સર સાથે 100 રન પૂરા કર્યા હતા અને પછીના જ બૉલ પર આઉટ થયો હતો. 2010માં રોહિતે કરીઅરની પ્રથમ સદી ઝિમ્બાબ્વે સામે છગ્ગો ફટકારીને પૂરી કરી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker