T20 World Cup 2024સ્પોર્ટસ

IND vs USA: આજે ન્યુયોર્કની પિચ કેવી રહેશે, જાણો સંભવિત પ્લેઇંગ-11, બંને ટીમનો રેકોર્ડ, વેધર રીપોર્ટ

ન્યુ યોર્ક: T20 વર્લ્ડ કપ 2024 (T20 World cup 2024)માં આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે બુધવારે ભારતીય ક્રિકેટ ટીમ યુએસએ ક્રિકેટ ટીમ સામે(IND vs USA) ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમશે. આ મેચ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે) શરૂ થશે. ભારત આ મેચ જીતીને સુપર-8માં સ્થાન નક્કી કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે, સામે USAની ટીમ પણ અપસેટ સર્જી શકે છે.

ભારતે છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે 6 રને જીત મેળવી હતી. ત્યારે અમેરિકાએ પણ તેની છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેદાન પર ભારતની આ ત્રીજી મેચ છે, જ્યારે યુએસએની ટીમની આ મેદાન પર પ્રથમ મેચ હશે.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતે T20 વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં જીત મેળવી છે, USAને હરાવીને ભારત સુપર 8 સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગે છે. ભારત પાસે T20 ફોર્મેટના ધુંઆધાર ખેલાડીઓ છે, ભારતની જીતની પૂરી શક્યતા છે.

પ્રથમ કેનેડા અને ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને USAએ મોટો અપસેટ સર્જ્યો હતો, હવે અમેરિકાનું ધ્યાન ભારતને હરાવી વધુ એક ચમત્કાર કરવા પર રહેશે. ન્યૂયોર્કના મેદાન પર આ તેની પ્રથમ મેચ છે. મુશ્કેલ પીચ પર USAના ખેલાડીઓ કેવી રીતે બેટિંગ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

પિચ રીપોર્ટ:

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ખૂબ જ પડકારરૂપ રહી છે. બોલની સ્પીડ અને બાઉન્સને કારણે ઘણા બેટ્સમેનો ઘાયલ પણ થયા છે. T20 વર્લ્ડ કપ 2024માં આ પિચ પર અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર કેનેડાએ (137/7) આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. અહીં શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા સામે 77 રન બનાવ્યા હતા જ્યારે આયરલેન્ડની ટીમ ભારત સામે માત્ર 96 રન જ બનાવી શકી હતી.

આ એ જ પિચ છે જેના પર દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે 104 રન ચેઝ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પીચની બનાવટ અંગે ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે, ત્યારે આઈસીસીએ દાવો કર્યો છે કે બાકીની મેચ માટે પિચો સારી હશે.

વેધર રીપોર્ટ:
accuweather.com મુજબ, ન્યુ યોર્કના નાસાઉ કાઉન્ટીમાં 12 જૂન, 2024 ના રોજ મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ઉપરાંત, કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે, વરસાદની પડવાની 40% શક્યતા છે.

ટોસના બે કલાક પહેલા સવારે 8 વાગ્યે વરસાદની અપેક્ષા છે. પરંતુ તે પછી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. આગાહી મુજબ મેચના સમયે વરસાદ નહીં પડે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

યુએસએની પ્લેઈંગ ઈલેવન:
મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, એરોન જોન્સ, કોરી એન્ડરસન, હરમીત સિંહ, નીતિશ કુમાર, શેડલી વાન શાલ્કવિક, અલી ખાન, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર, નોસ્તુશ કેન્ઝીગે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ