
મુંબઇ: અહીંની વર્લ્ડ કપની મેચમાં ભારતની શાનદાર જીત સાથે અનેક નવા રેકોર્ડનું નિર્માણ થયું છે. ભારતના ઓપનર બેટર વિરાટ કોહલીએ સદી ચૂકી ગયો હતો, પરંતુ વ્યક્તિગત સ્કોરમાં નવી સિદ્ધિ બનાવી હતી. શ્રી લંકા સામેની આજની મેચમાં 34 રન પૂરા કરવાની સાથે આ વર્ષે વન-ડેમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ કર્યો હતો, જે આ રન કરનાર ચોથો અને ટીમ ઈન્ડિયાનો ત્રીજો બેટર બન્યો છે. 20 ઈનિંગમાં એક રન પૂરા કર્યા છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે વાર 1000 રનનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે હતો. સચિને એક કેલેન્ડર વર્ષમાં 7 વાર 1000 રન બનાવ્યા છે. ભારતીય ટીમનો એક ખેલાડી હાલમાં આ રેકોર્ડમાં સચિનના સમકક્ષ છે. આ ખેલાડીએ પણ એક કેલેન્ડર વર્ષમાં સાત વાર 1000 રન કર્યા છે. વિરાટ કોહલીએ આઠમી વખત કેલેન્ડર વર્ષમાં 1,000 રન પૂરા કર્યા છે. આ કેસમાં સચિનને પાછળ મૂકી દીધો છે. આજની મેચમાં વિરાટે 70મી અડધી સદી સાથે 94 બોલમાં 88 રન બનાવ્યા હતા.
આ ક્રિકેટર બીજું કોઇ નહીં પણ વિરાટ કોહલી છે વિરાટ માટે 2023નો વર્લ્ડકપ અત્યાર સુધી સારો સાબિત થયો છે. વર્લ્ડકપ 2023માં ભારત તરફથી સૌથી વધુ રન કરનારમાં વિરાટ કોહલી બીજા ક્રમાંકે છે. ઇગ્લેન્ડ સામેની પાછલી મેચમાં વિરાટ ઝીરો પર આઉટ થયો હતો, પરંતુ આજની બેટિંગે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

સચિને વર્ષ 1994, 1996, 1997, 1998, 2000, 2003 અને 2007માં વન-ડે મેચમાં એક હજારથી વધુ રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 2011, 2012, 2014, 2017, 2018, 2019 અને હવે 2023માં વન-ડેમાં હજારથી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોહલીએ 23 વન-ડે મેચમાં 20 ઇનિંગ્સ રમ્યો છે, જેમાં 1054 રન બનાવ્યા છે. ચાર સદી અને છ અડધી સદી સામેલ છે. તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ અણનમ 166 રનની હતી. બીજી બાજુ શ્રીલંકન સંગાકારા આ યાદીમાં છ વખત હજાર રન સાથે ત્રીજા સ્થાને છે.