IND VS SL: જન્મદિવસે સદી ફટકારનાર કોહલી બન્યો સાતમો ખેલાડી બન્યો | મુંબઈ સમાચાર

IND VS SL: જન્મદિવસે સદી ફટકારનાર કોહલી બન્યો સાતમો ખેલાડી બન્યો

કોલકત્તાઃ વર્લ્ડ કપ 2023ની 37મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર શાનદાર સદી ફટકારી હતી. વિરાટ 35 વર્ષનો થઈ ગયો છે. વિરાટે પોતાના જન્મદિવસ પર આ રેકોર્ડની બરાબરી કરીને પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી હતી. વિરાટના નામે અત્યાર સુધી 49 વન-ડે સદી છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિરાટે 85 રન, અણનમ 55, 16 રન, 103 અણનમ, 95 રન, શૂન્ય, 88 રન અને 100* રનની ઇનિંગ્સ રમી છે.

આજે સદી ફટકારીને કોહલી વન-ડેમાં પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર સાતમો ખેલાડી બની ગયો છે. તેના પહેલા ટોમ લાથમ, રોસ ટેલર, સનથ જયસૂર્યા, મિશેલ માર્શ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. રોસ ટેલર, મિશેલ માર્શ અને કોહલીએ વર્લ્ડ કપની મેચોમાં જન્મદિવસ પર સદી ફટકારી છે.

રબાડાના નામે નોંધાયો આ રેકોર્ડ
આજની મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે 5.5 ઓવરમાં 62 રન ઉમેર્યા હતા. રોહિત શર્મા 24 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કગિસો રબાડાએ રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે જ કગીસો રબાડાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં કગિસો રબાડા એવો બોલર બન્યો જેણે રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કર્યો છે. અત્યાર સુધી રબાડા 12 વખત રોહિત શર્માને આઉટ કરી ચૂક્યો છે. બોલરોએ રોહિત શર્માને સૌથી વધુ વખત આઉટ કર્યા છે.

રોહિત શર્માને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલરોની યાદીમાં શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝ ત્રીજા સ્થાને છે. એન્જેલો મેથ્યુસે 10 વખત રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો ઓફ સ્પિનર નાથન લિયોન છે. નાથન લિયોને 9 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. આ લિસ્ટમાં ન્યૂ ઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાંચમા સ્થાને છે. ટ્રેન્ટ બોલ્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. જોકે, આંકડા દર્શાવે છે કે રોહિત શર્માનું બેટ આ બોલરો સામે શાંત છે.

Back to top button